ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલકત્તાના બહુમાળી ઈમારતમાં લાગી આગ, 9 લોકોનાં મોત, વડાપ્રધાન મોદીએ મૃતકોને કરી 2 લાખની સહાય

પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઇમારત સ્ટ્રાન્ડ રોડ વિસ્તારમાં આવેલી છે. આગ બિલ્ડિંગના 13 માં માળે લાગી હતી. ત્યારે હાલ ફાયર કર્મચારી સહિત 9 લોકોના મોત થયા હતા. મમતા બેનર્જીએ મૃતકના પરિજનો માટે 10 લાખ રુપિયાના વળતરની જાહેરાત કરી હતી તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિજનોને 2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયા આપવાની જાહેરાત કરી હતી તેમજ મૃતકોના પરિજનો પ્રત્યે સાંત્વના દાખવી હતી.

Kolkata
Kolkata

By

Published : Mar 9, 2021, 6:40 AM IST

Updated : Mar 9, 2021, 12:38 PM IST

  • કલકત્તાના બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ
  • બહુમાળી ઈમારતમાં આગ લાગતા ફાયર કર્મચારી સહિત 9 લોકોના મોત
  • CM મમતા બેનર્જી ઘટના સ્થળે પહોંચ્યા હતા

કલકત્તા: પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તાની એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઇમારત સ્ટ્રાન્ડ રોડ વિસ્તારમાં આવેલી છે. ત્યારે આગ લાગતા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પ્રયાસો ચાલુ કર્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયાં હતા. મમતા બેનર્જીએ મૃતકના પરિજનો માટે 10 લાખ રુપિયાના વળતરની જાહેરાત કરી હતી તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિજનોને 2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયા આપવાની જાહેરાત કરી હતી તેમજ મૃતકોના પરિજનો પ્રત્યે સાંત્વના દાખવી હતી.

વડાપ્રધાન મોદીનું ટ્વિટ
પિયુષ ગોયલનું ટ્વિટ

આ પણ વાંચો:વાપીમાં આગ લાગતા ભંગારના 7 ગોડાઉન બળીને ખાખ

દુર્ઘટનામાં 9 લોકોનાં મોત

પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તાની એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે હડકંપ મચી ગયો હતો. ત્યારે સમગ્ર ઘટનાનો તાગ મેળવવા મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ પહોંચી ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ, આગ લગભગ સાંજે 6.10 વાગ્યે લાગી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગ લાગી તે અગાઉ એક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ફાયર ફાઈટર સહિત 9 લોકોના મોત થયાં હતા.

CM મમતા બેનર્જી ઘટના સ્થળે

આ પણ વાંચો:દિલ્હીના પ્રતાપનગરની એક ફેક્ટરીમાં ભીષણ આગ, એક મૃતદેહ મળી આવ્યો

Last Updated : Mar 9, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details