ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કન્નૌજના પૂર્વ ધારાસભ્યના પુત્રે નોકરને માર્યો માર, સારવાર દરમિયાન મોત - ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બનવારી લાલા દોહરેના પુત્રએ પોતાના નોકરની બંદુકથી માર માર્યો હતો, ત્યારબાદ નોકરને ગંભીર ઇજાઓ પહોંચતા સરવાર દરમિયાન મોત થયું હતુ.

કન્નૌજના પૂર્વ ધારાસભ્યના પુત્રે નોકરને માર્યો માર, સારવાર દરમિયાન મોત
કન્નૌજના પૂર્વ ધારાસભ્યના પુત્રે નોકરને માર્યો માર, સારવાર દરમિયાન મોત

By

Published : Mar 28, 2021, 8:43 PM IST

Updated : Mar 28, 2021, 8:59 PM IST

  • ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર દ્વારા નોકરને મરાયો માર
  • માર મારતા ઇજાગ્રસ્ત નોકરને હોપસ્પિટલ ખસેડાયો
  • સારવાર દરમિયાન નોકરનું મોત

કન્નૌજઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય બનવારી લાલા દોહરાના પુત્રએ હોળીના પર્વને લઇને નોકરે પૈસા માગતા તેને માર માર્યો હતો, ત્યારબાદ નોકરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટર દ્વારા તેને કાનપુર રિફર કરાયો હતો. રવિવારના રોજ હૈલટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતુ. યુવાનના મૃત્યુના સમાચાર પરિવારને મળતા ચકચાર મચી ગઇ હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની તપાસની કાર્યવાહી ચાલી રહી છે.

યુવાનને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો

સદર કોટવાલી વિસ્તારના પાનબાદ ગામનો રહેવાસી સંદેશ પુત્ર અજુડ્ડી ભાજપના પૂર્વ ધારાસભ્ય બણવારીલાલ દોહરાના ઘરે 5 હજાર રૂપિયા મહિને કામ કરતો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ સંદેશ પર આશરે 6 મહિનાથી લગભગ 30 હજાર રૂપિયા વેતન બાકી હતુ. 25 માર્ચે સંદેશ પૂર્વ ધારાસભ્ય બનાવારીલાલ દોહરાના પુત્ર અજિત દોહરા સાથે હોળીના તહેવાર માટે વેતન મેળવવા માટે ગુસ્સે થયો હતો. દુર્વ્યવહાર કરનારાને અપશબ્દો આપ્યા બાદ અજિતે સંદેશની બંદૂકથી માર માર્યો હતો. આ કેસની માહિતી મળતા જ પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરિવારના સભ્યોએ ગંભીર હાલતમાં યુવાનને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યારે પરિસ્થિતિ નાજૂક હોવાને કારણે તબીબોએ તેને કાનપુર રિફર કર્યો હતો.

સારવાર દરમિયાન યુવાનનું મોત

પરિવારજનો યુવકને કાનપુરની હૈલત હોસ્પિટલમાં લાવ્યા હતા. હોસ્પિટલમાં, તે ત્રણ દિવસથી જીવન અને મૃત્યુ સાથે ઝજૂમી રહ્યો હોતો ત્યારે સારવાર દરમિયાન રવિવારે તેનું મોત નીપજ્યું હતું. મોતના સમાચાર મળતાની સાથે જ પરિવારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. કોતવાલી પ્રભારી વિકાસ રાયે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકનું પોસ્ટમોર્ટમ કાનપુરમાં જ કરવામાં આવશે. હાલ આરોપીની તપાસ ચાલી રહી છે.

Last Updated : Mar 28, 2021, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details