ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિશિલ્ડ અને કોવેક્સિનનું મિશ્રણ કરવું ઉચિત નથી- સાયરસ પૂનાવાલા - cyrus-poonawalla

કોવિડ -19 વિરોધી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ના પ્રમુખ ડો.સાયરસ પૂનાવાલાએ જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ અને કોવેક્સિનનું મિશ્રણ કરવું ઉચિત નથી.

કોવિશિલ્ડ અને કોવાક્સિનનું મિશ્રણ કરવું ઉચિત નથી- સાયરસ પૂનાવાલા
કોવિશિલ્ડ અને કોવાક્સિનનું મિશ્રણ કરવું ઉચિત નથી- સાયરસ પૂનાવાલા

By

Published : Aug 13, 2021, 7:56 PM IST

Updated : Aug 14, 2021, 6:43 AM IST

  • SIIના પ્રમુખ સાયરસ પૂનાવાલાએ મિશ્ર રસી સ્વીકારતા ઇન્કાર કર્યો
  • પૂનાવાલાએ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મિશ્રણને લઇ નારાજગી વ્યક્ત કરી
  • કોવિશિલ્ડ અને કોવેક્સીન રસીઓના એક- એક ડોઝને સલામત ગણાવ્યો

નવી દિલ્હી: ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને એમડી સાયરસ પૂનાવાલાએ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મિશ્રણને લઇને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ વિચાર ઉચિત નથી. હકીકતમાં, તાજેતરમાં જ ભારતના ડ્રગ રેગ્યુલેટરએ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC), વેલ્લોર દ્વારા કોવિડ -19 રસીઓ કોવેક્સિન અને કોવિશિલ્ડના મિશ્રણ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસને મંજૂરી આપી છે, જે 300 સ્વસ્થ સ્વયંસેવકો પર પરીક્ષણ કરવામાં આવશે.

કોવિશિલ્ડ અને કોવેક્સીન રસીઓના એક- એક ડોઝ સલામત

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, કોવિશિલ્ડ અને કોવેક્સીન રસીઓનો એક- એક ડોઝ લેવો સલામત છે, અને પ્રતિકૂળ અસરો સમાન રસીના બંને ડોઝ માટે સમાન ગણાવી છે. અભ્યાસને પ્રિપ્રિન્ટ સર્વર મેડઆરવિક્સ પર અપલોડ કરવામાં આવ્યો છે.

અગાઉ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોવિડ -19 વિરોધી રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સીનનો એક-એક ડોઝ લેવાથી રોગ સામે સારી પ્રતિરક્ષા વિકસિત થઈ છે.

ઉત્તર પ્રદેશમાં 98 લોકો પર આ અભ્યાસ કરાયો

ઉત્તર પ્રદેશમાં 98 લોકો પર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાંથી 18 લોકોએ અજાણતા રસીનો પ્રથમ ડોઝ કોવિશિલ્ડ અને કોવેસીનનો બીજો ડોઝ લીધો હતો, અને આ 2 રસીઓમાંથી એક ડોઝ લેવાથી સારી પ્રતિરક્ષા વિકસિત થઈ હતી.

પૂનાવાલાએ પુણેથી પત્રકારોને સંબોધ્યા

પૂનાવાલાએ પુણેથી લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, જો કોકટેલ રસી આપવામાં આવે અને પરિણામો સારા ન હોય તો SII કહી શકે છે કે, બીજી રસી યોગ્ય ન હતી. એ જ રીતે બીજી કંપની કહી શકે છે કે, તમે સીરમ રસી મિશ્રિત કરી છે અને તેથી અપેક્ષિત પરિણામો મળ્યા નથી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમને નોવાવેક્સ લોન્ચ કરવા માટે લાયસન્સ ન મળે ત્યાં સુધી અમે તેને લોન્ચ કરી શકીએ નહીં.

આ પણ વાંચો:COVID VACCINE: કોવિશિલ્ડ-કોવેક્સિનના મિક્સ-એન્ડ-મેચ અંગે ICMR નો મોટો દાવો, જાણો વિગતવાર

કોવિશિલ્ડ અને કોવેક્સિનનો મિક્સ ડોઝ સારા પરિણામ આપી શકે છે: ICMR

DCGIએ Covaccine અને Covishieldના મિશ્રિત ડોઝ પર અભ્યાસને આપી મંજૂરી

Last Updated : Aug 14, 2021, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details