- સીરમે માગી કોરોના વેક્સીનના ઉપયોગની મંજૂરી
- સીરમ બની પહેલી સ્વદેશી કંપની
- કોવિડ 19 ના સંક્રમિતોના કેસમાં આ દવા ખાસ પ્રભાવકારી
નવી દિલ્હીઃ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) ભારતમાં ઑક્સફોર્ડની કોવિડ 19 રસી 'કોવિશીલ્ડ'ના આપાતકાલીન ઉપયોગની ઔપચારિક મંજૂરી પ્રાપ્ત કરવા માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI) સમક્ષ આવેદન કરનારી પહેલી સ્વદેશી કંપની બની ગઇ છે. આધિકારીક સૂત્રોએ આ માહિતી આપી હતી.
સીરમે માગી કોરોના વેક્સીનના ઉપયોગની મંજૂરી
સૂત્રો અનુસાર કંપનીએ મહામારી દરમિયાન ચિકિત્સા આવશ્યક્તાઓ અને વ્યાપક સ્તર પર જનતાના હિતને ધ્યાને રાખી આ મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. આ પહેલા શનિવારે અમેરિકી દવા નિર્માતા કંપની ફાઇઝરના ભારતીય એકમે તેના દ્વારા વિકસિત કોવિડ 19 રસીના કટોકટીના ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય દવા નિયામક સમક્ષ આવેદન કર્યું હતું.