- DCGIએ ભારતમાં સ્પુટનિક કોવિડ -19 રસી બનાવવાની મંજૂરી આપી
- ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને આપી મંજૂરી
- કેટલીક શરતોને આધિન પરીક્ષણ અને વિશ્લેષણ માટે સ્પુટનિક કોવિડ -19 રસી બનાવવાની મંજૂરી આપી
નવી દિલ્હી: DCGIએ ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ને કેટલીક શરતોને આધિન પરીક્ષણ અને વિશ્લેષણ માટે ભારતમાં સ્પુટનિક કોવિડ -19 રસી બનાવવાની મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી. આ અગાઉ 3 જૂનના રોજ કોવિડ રસી (કોવિશિલ્ડ) બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સ્પુટનિક V બનાવવાની મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી માગી હતી.
સ્પુટનિક Vનું ભારતમાં થશે નિર્માણ આ પણ વાંચો : નવી દિલ્હીમાં ઓનલાઈન ચાકુ મંગાવી કરાઈ નિર્મમ હત્યા, પ્રેમિકાને લઈ થયો હતો વિવાદ
SIIએ ગેમેલીયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે જોડાણ કર્યું
પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ તેના હડપસર સેન્ટરમાં સ્પુટનિક Vનું નિર્માણ કરવા માટે મોસ્કોની ગેમેલીયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે જોડાણ કર્યું છે.
આ પણ વાંચો :દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું, દિલ્હીમાં પ્રદૂષણ ઓછું થયું
RCGMએ SIIની અરજી અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા
SIIએ 18 મેના રોજ બાયોટેકનોલોજી વિભાગની Review Committee on Genetic Manipulation (RCGM)ને અરજી કરી હતી. સંશોધન અને વિકાસના કામ માટે સ્ટ્રેન અથવા કોશિકા બેન્કની આયાત કરવાની પરવાનગી માગી હતી. RCGMએ SIIની અરજી અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા. પુણે સ્થિત કંપની અને ગેમેલીયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી વચ્ચેના મટીરિયલ ટ્રાન્સફર કરારની નકલ માગવામાં આવી હતી.
અત્યાર સુધી ડૉ. રેડ્ડીની લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુટનિક Vની રસીનું ઉત્પાદન કરતી હતી
SIIએ સરકારને પહેલેથી જ જાણ કરી દીધી છે કે, તે જૂનમાં 10 કરોડ કોવિશિલ્ડ ડોઝનું ઉત્પાદન કરશે અને સપ્લાય કરશે. તે નોવાવેક્સ રસી પણ બનાવી રહી છે. U.S. તરફથી નોવાવેક્સ માટે નિયામક સંબંધી મંજૂરી હજૂ મળી નથી. DCGIએ એપ્રિલમાં તેના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. મંગળવારે સ્પુટનિક Vના 30 લાખ ડોઝનો જથ્થો હૈદરાબાદ પહોંચ્યો હતો.