ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Stock Market Opening: શેરબજારમાં હરિયાળી; સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂત થયો, નિફ્ટી 19600ને પાર

શેરબજારમાં ફરી હરિયાળી પાછી વળી છે. સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂત થયો છે, નિફ્ટી 19600 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ 332.02 પોઈન્ટના વધારાની સાથે 65844.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 91,20 પોઈન્ટ વધીને 19603.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

Stock Market Opening
Stock Market Opening

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 9:57 AM IST

Updated : Oct 10, 2023, 10:20 AM IST

મુંબઈ: સપ્તાહના બીજા દિવસે નિફ્ટી 19600ને પાર છે અને સેન્સેક્સ 65844 પર છે. સેન્સેક્સ 332 પોઈન્ટ, જ્યારે નિફ્ટીએ 91 અંક સુધી વધ્યો છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.74 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.86 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

શેરોની સ્થિતિ: બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઇટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.04-1.18 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.57 ટકા વધારાની સાથે 44,136.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, હિરો મોટોકૉર્પ, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઈનાન્સ અને એમએન્ડએમ 1.14-2.58 ટકા સુધી વધ્યા છે. ડૉ.રેડ્ડીઝ, ટીસીએસ, બ્રિટાનિયા, એચયુએલ, સિપ્લા, સન ફાર્મા અને એશિયન પેંટ્સ 0.04-0.87 ટકા સુધી ઘટ્યા છે.

ટોપ ગેઈનર શેર:મિડકેપ શેરોમાં ઇન્ડિયન બેંક, યુનિયન બેંક, ડિલહેવરી, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને ન્યૂ ઇન્ડિયા એસ્યોર 1.70- 2.28 ટકા સુધી વધારો છે.સ્મૉલકેપ શેરોમાં અવાનટેલ, ભગેરિયા, પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, સવિતા ઑયલ ટેક અને મેઝગાંવ ડોક 5.62- 17.70 ટકા સુધી ઉછળા છે.

ટોપ લુઝર શેર:મિડકેપ શેરોમાં સ્ટાર હેલ્થ, મેક્સ હેલ્થકેર, જુબિલન્ટ ક્રૂડ્ઝ, રેન્કો સિમેંટ્સ અને ગ્લેક્સોસ્મિથ 0.14-0.61 ટકા ઘટાડો છે. સ્મૉલકેપ શેરોમાં ડીબીઓએલ, સુઝલોન એનર્જી, એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, ત્રિવેણી ટર્બાઈન અને એલજી બાલક્રિષ્ના 2.18-7.96 ટકા સુધી તૂટ્યા છે.

  1. GST Collection: સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો, સતત ચોથા મહિને 1.60 લાખ કરોડને પાર
  2. October 2023 Bank Holidays: બેંકને લગતા તમામ મહત્વપૂર્ણ કામ જલદી પૂર્ણ કરો, ઓક્ટોબરમાં બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે
Last Updated : Oct 10, 2023, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details