ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વરિષ્ઠ પત્રકાર સુનિલ જૈનનું કોરોનાથી અવસાન - ફાઇનાન્સિયલ એક્સપ્રેસ

વરિષ્ઠ પત્રકાર અને ફાઇનાન્સિયલ એક્સપ્રેસના સંપાદક સુનીલ જૈનનું શનિવારે અવસાન થયું. તેને કોરોના હતો. તેની બહેન સંધ્યા જૈને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. જૈનને કોરોનાથી સંક્રમિત થતા સારવાર માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં દાખલ કરાયા હતા.

વરિષ્ઠ પત્રકાર સુનિલ જૈનનું કોરોનાથી અવસાન
વરિષ્ઠ પત્રકાર સુનિલ જૈનનું કોરોનાથી અવસાન

By

Published : May 16, 2021, 9:55 AM IST

  • ફાઇનાન્સિયલ એક્સપ્રેસના સંપાદક સુનીલ જૈનનું શનિવારે અવસાન થયું
  • સંધ્યા જૈને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી
  • એઈમ્સના ડૉકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ તેને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા

નવી દિલ્હી: વરિષ્ઠ પત્રકાર અને ફાઇનાન્સિયલ એક્સપ્રેસના સંપાદક સુનીલ જૈનનું શનિવારે અવસાન થયું. તેને કોરોના હતો. તેની બહેન સંધ્યા જૈને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. જૈનને કોરોનાથી ચેપ લાગતા સારવાર માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં દાખલ કરાયા હતા. સંધ્યા જૈને ટ્વિટ કર્યું હતું કે, "કોવિડ -19ને કારણે થતી આરોગ્યની તકલીફોને કારણે અમે આજે સાંજે અમારા ભાઇ સુનિલ જૈનને ગુમાવી દીધા છે. એઈમ્સના ડૉકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ તેને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું નિધન

વરિષ્ઠ પત્રકારના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કર્યું

વરિષ્ઠ પત્રકારના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, "સુનીલ જૈન, તમે આટલી જલ્દી અમને છોડીને ચાલ્યા ગયા. હું તમારા તેજસ્વી લખાણો અને વિવિધ બાબતોના સ્પષ્ટ અને વ્યવહારિક અભિપ્રાયોને ચૂકી જઈશ. તમારા પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ." નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ પણ જૈનના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સુનીલ જૈને છેલ્લે 3 મેના રોજ એઈમ્સમાં દાખલ થયા બાદ ટ્વીટ કર્યું હતું.

આ પણ વાંચો:મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન

ABOUT THE AUTHOR

...view details