લખનૌ: બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા (bsp leader satish mishra) અને વિધાનમંડળ પક્ષના નેતા ઉમાશંકર સિંહ ગુરુવારે મુખ્યપ્રધાન યોગીને મળ્યા (Satish Mishra meet Cm Yogi) હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ (Up politics on misra yogi meeting) મચી ગયો હતો. આ ઘટનાને લઈને તમામ સ્તરે રાજકીય ચર્ચાઓ છવાઈ ગઈ હતી.
માયાવતી રાષ્ટ્રપતિ: આ સાથે જ ઉતાવળમાં માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મામલાની સ્પષ્ટતા કરી હતી. અખિલેશના નિવેદન 'ભાજપ ક્યારે માયાવતીને રાષ્ટ્રપતિ બનાવી રહી છે' પર પણ પ્રહાર કર્યા. બસપાના વડા માયાવતીએ કહ્યું (Mayavati on misra yogi meeting) કે, સમાજમાં આશંકા ફેલાવવામાં આવી રહી છે કે, ભાજપ તેમને રાષ્ટ્રપતિ બનાવી રહી છે. આ સપાની જાણી જોઈને ચાલ છે. દલિત-મુસ્લિમો અને ગરીબ ઉચ્ચ જાતિના લોકો BSPના હતા અને હજુ પણ તેઓ BSPના સમર્થનમાં છે. જો મને તેમનું સમર્થન મળતું રહેશે તો હું સીએમ અને પીએમ બનીશ, હું ક્યારેય રાષ્ટ્રપતિ નહીં બની શકું.