નવી દિલ્હી : પાકિસ્તાનથી આવેલી સીમા ગુલામ હૈદર સતત ચર્ચામાં રહે છે અને તેના વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ આવો જ એક અન્ય વીડિયો સામે આવ્યો છે, જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રાખડી પોસ્ટ કરી રહી છે.
Seema Sent Rakhi to PM Modi : સીમા હૈદરે પીએમ મોદી સહિત અનેક દિગ્ગજોને મોકલી રાખડી, જાણો આ પાછળનું રહસ્ય - सीमा गुलाम हैदर
સીમા હૈદરએ પીએમ મોદી સહિત અનેક નેતાઓને રાખડી મોકલીને એક નવો વીડિયો સેર કર્યો છે, જેમાં તે રાખડી મોકલતી જોવા મળી રહી છે. તેણે આ રાખડી બીજા કોઈને નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી સહિત અન્ય નેતાઓને મોકલી છે.
Published : Aug 22, 2023, 4:52 PM IST
સીમા હૈદરે દિગ્ગજ નેતાઓને રાખડી મોકલી : વીડિયોમાં સીમાએ કહ્યું કે, દેશની જવાબદારી આ તમામ ભાઈઓના ખભા પર છે. તેને સમયસર રાખડી મળી જાય, તેથી તે રક્ષાબંધન પહેલા રાખડી પોસ્ટ કરી રહી છે. વીડિયોમાં સીમા ગુલામ હૈદરે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા, ત્યારબાદ તે બધાને રાખડીઓ મોકલતી જોવા મળી હતી. વીડિયોમાં રક્ષાબંધન સાથે સંબંધિત એક ગીત પણ ચાલી રહ્યું છે.
સીમાના કેસમાં હજૂ સુધી ચાર્જશીટ દાખલ નથી કરાઇ ; વાસ્તવમાં સીમા હૈદર હજુ પણ સુરક્ષા એજન્સીઓના સ્કેનર હેઠળ છે. તેની પાસે તૂટેલા મોબાઈલ છે, જેની તપાસ એજન્સીઓ કરી રહી છે. જો કે પોલીસે હજુ સુધી આ કેસમાં કોઈ ચાર્જશીટ રજૂ કરી નથી, પરંતુ યુપી એટીએસ સહિત અનેક કેન્દ્રીય સુરક્ષા તપાસ એજન્સીઓએ આ મામલે પૂછપરછ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય બહાર આવશે. આ પહેલા હરિયાળી તીજની ઉજવણી કરતી સીમાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં ભજન પણ વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેમણે ભગવાન કૃષ્ણની પૂજા પણ કરી હતી.