નવી દિલ્હી : ભારતનું ચંદ્રયાન 3 આજે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરશે. આખો દેશ તેના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરી રહ્યો છે અને સમગ્ર વિશ્વની નજર તેના પર ટકેલી છે. પાકિસ્તાનની સીમા હૈદરે પણ ચંદ્રયાન 3ના ચંદ્ર પર સફળ ઉતરાણ માટે ઉપવાસ રાખ્યા છે. આ વીડિયોમાં તે ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે ચંદ્રયાન-3નું લેન્ડિંગ સફળ થાય. ઘરે બનાવેલા મંદિરની સામે હાથ જોડીને ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરી રહી છે. તેણીએ કહ્યું કે જ્યાં સુધી ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડ નહીં થાય ત્યાં સુધી હું ઉપવાસ તોડીશ નહીં.
ચંદ્રયાનની સફળતા માટે સીમાએ રાખ્યા ઉપવાસ : વાસ્તવમાં, પાકિસ્તાનના કરાચીની રહેવાસી સીમા ગુલામ હૈદરને PUBG ગેમ દ્વારા ગ્રેટર નોઈડાના રાબુપુરામાં રહેતા સચિન મીના સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે પછી તે પોતાના ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે નેપાળ થઈને ગ્રેટર નોઈડા પહોંચી હતી. આ પછી પોલીસે તમામની ધરપકડ કરીને જેલ મોકલી દીધા હતા. જોકે તે હજુ જામીન પર બહાર છે અને રબુપુરામાં સચિન મીનાના ઘરે રહે છે. પોલીસ અને સુરક્ષા એજન્સી હજુ પણ તેની સામે અહીં તપાસ કરી રહી છે.
સીમાએ તમામ દેવતાઓની કરી પ્રાર્થના : સીમાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ સારું કામ કરી રહ્યા છે. વીડિયોમાં તેણે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતરશે. આ માટે તે ભગવાન શ્રી રામ, કૃષ્ણ અને અન્ય તમામ દેવતાઓને હાથ જોડીને પ્રાર્થના કરી રહી છે. સીમા હૈદર કહી રહી છે કે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણથી સમગ્ર વિશ્વમાં ભારતનું વર્ચસ્વ વધશે અને ભારતનું સન્માન વધશે.
સીમાના વકિલનું બયાન : સીમા અને સચિનના એડવોકેટ એપી સિંહે પણ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે સચિન મીના અને સીમા હૈદરે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ માટે ઉપવાસ રાખ્યા છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન 3 ની સફળતા ભારત માટે નવા સીમાચિહ્નો હાંસલ કરશે. ભારતનું નામ પહેલેથી જ આખી દુનિયામાં જાણીતું છે. બીજી તરફ ચંદ્રયાન 3ની સફળતા બાદ વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધશે.
નેતાઓ માટે મોકલી રાખડીઓ : આ પહેલા મંગળવારે સીમા હૈદરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલી હતી. . વીડિયોમાં તેણે કહ્યું હતું કે તે રક્ષાબંધન પર તેના ભાઈઓને રાખડીઓ મોકલી રહી છે જેથી તેઓને સમયસર મળી જાય, તેણે આ રાખડીઓ રબુપુરા પોસ્ટ ઓફિસમાંથી મોકલી છે.
- Chandrayaan-3: સમગ્ર દુનિયાની નજર ચંદ્રયાન પર, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં ભારત સફળ થશે!
- Chandrayaan 3: બાબા રામદેવે ચંદ્રયાન-3ની સફળતા માટે કર્યો યજ્ઞ