ગુજરાત

gujarat

By

Published : Jun 20, 2021, 6:03 AM IST

ETV Bharat / bharat

જૂઓ...ચિત્તોડગઢ જિલ્લાનું પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતું ગામ

ચિત્તોડગઢઃ જિલ્લાનું માડલડા ગામ પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. લગભગ દોઢ હજારની વસ્તી ધરાવતું આ ગામ ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે. અહિં સદીઓથી એક ઝાડ કાપવાની વાત તો દૂર એક ડાળી પણ કાપવામાં આવી નથી. તો જાણો શા માટે નથી કાપવામાં આવતા એક પણ વૃક્ષ કે ડાળીઓ...?

જૂઓ...ચિત્તોડગઢ જિલ્લાનું પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતું ગામ
જૂઓ...ચિત્તોડગઢ જિલ્લાનું પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતું ગામ

  • ચિત્તોડગઢ જિલ્લાનું પર્યાવરણ સંરક્ષણનું ઉદાહરણ રજૂ કરતું ગામ
  • ગ્રામીણ લોકો લોક દેવતા ભગવાન દેવનારાયણમાં ધરાવે છે ઉંડી આસ્થા
  • JCB દ્વારા વૃક્ષોને હટાવવાના પ્રયાસ કરતા નુકસાન પહોંચ્યુ

ચિત્તોડગઢઃ જિલ્લાનું માડલડા ગામ પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. લગભગ દોઢ હજારની વસ્તી ધરાવતું આ ગામ ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે. અહિં સદીઓથી એક ઝાડ કાપવાની વાત તો દૂર એક ડાળી પણ કાપવામાં આવી નથી. ગામ લોકોનું કહેવું છે કે, અહીં ધોકના વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેમને કાપે અથવા તો કોઈ તેમને નુકસાન પણ પહોંચાડે છે તો લોક દેવતા તેને તેના પાપોની સજા આપે છે.

જૂઓ...ચિત્તોડગઢ જિલ્લાનું પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતું ગામ

ગ્રામીણ લોકો લોક દેવતા ભગવાન દેવનારાયણમાં ધરાવે છે ઉંડી આસ્થા

ગ્રામીણ લોકો ટેકરી પર સ્થિત લોક દેવતા ભગવાન દેવનારાયણમાં ઉંડી આસ્થા ધરાવે છે. આ ગામની સાથે આસપાસના લોકો પણ જ્યારે ઘરના નવા કામ હોય ત્યારે પહેલા લોક દેવતાના મંદિરે પહોંચે છે. અહીંના લોકો પાંદડાના રૂપમાં આશીર્વાદ મેળવ્યા પછી જ આગળનું પગલું ભરે છે. જોકે લોક દેવતાનું મંદિર ક્યારે, કેવી રીતે અને કોણે બનાવ્યું તે વિશે કોઈ ઐતિહાસિક તથ્ય નથી, પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું છે

સ્થાનિક ભાષામાં ધોકને કહે છે ધોકડા

સ્થાનિક ભાષામાં ધોકને ધોકડા પણ કહેવામાં આવે છે. ગામના દરેક ઘરમાં ધોકના મોટા મોટા વૃક્ષો છે. જો કોઈ છોડ અથવા ઝાડ ઘરમાં ઉગે છે, તો તેને સમાયોજિત કરવામાં આવે છે અને તે છોડ મોટો થઈ શકે છે.

આ પણ વાંચોઃપ્રકૃતિનું અનોખું આશ્ચર્ય છે કૈકરિલુ ઝાડ

JCB દ્વારા વૃક્ષોને હટાવવાના પ્રયાસ કરતા નુકસાન પહોંચ્યુ

ગામલોકોની વાત માનવામાં આવે તો, ફોરલેનના માર્ગમાં કેટલાક વૃક્ષો આવ્યા ત્યારે બાંધકામ કંપનીએ 2 જેસીબી દ્વારા આ વૃક્ષોને હટાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ બંને જેસીબી ખરાબ થયા છે. અહીં ફોરલેન માટે ઝાડ કાઢવાનો પ્રયાસ બે વાર નિષ્ફળ ગયો છે.

ગુર્જર સમાજ તેમને માને છે આરાધ્ય દેવ

ભગવાન દેવનારાયણને કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. ગુર્જર સમાજ તેમને આરાધ્ય દેવ માને છે. તે ગામના લોકોની આસ્થાનું પરિણામ છે કે આજે તે ચારે બાજુથી ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું છે. તે ગામના શુદ્ધ વાતાવરણનું પરિણામ છે કે અહીંના લોકો સ્વસ્થ રહે છે. ગામલોકો પણ તેને તેમના આરાધ્ય દેવનો આશીર્વાદ માને છે.

ABOUT THE AUTHOR

...view details