- ખેડૂતોના આંદોલનનું એક વર્ષ થયું પૂર્ણ
- ખેડૂત આંદોલન સૌથી મોટું તેમજ સૌથી લાંબુ પ્રદર્શન
- ખેડૂત આંદોલન એક વર્ષ થતા હજારો ખેડૂતો દિલ્હીમાં વિવિધ વિરોધ સ્થળો પર આવવા લાગ્યા
- 683 લોકો ખેડૂત આંદોલન પોતાના જીવનનું બલિદાન આપ્યુંઃ SKM
નવી દિલ્હી: ઘણી માંગણીઓ પર ખેડૂતોના આંદોલનને(Peasant movement) 26મી નવેમ્બરે એક વર્ષ પૂર્ણ થશે અને આ અવસર પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ દિલ્હીની સરહદો(Delhi Borders) પર એકઠા થશે. ખેડૂતો છેલ્લા એક વર્ષથી દિલ્હીની ત્રણ સરહદો- સિંઘુ, ટિકરી અને ગાઝીપુરમાં પડાવ નાખ્યા હતા. ગયા વર્ષે 26-27 નવેમ્બરના રોજ 'દિલ્હી ચલો'(Delhi chalo) કાર્યક્રમથી શરૂ થયું હતું. જ્યારે કેન્દ્રએ તાજેતરમાં ત્રણ કૃષિ કાયદાઓને(Three agricultural laws) રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવીઃ દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા(Security in border areas) કડક કરવામાં આવી છે. આંદોલનને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખેડૂતો છેલ્લા એક વર્ષથી દિલ્હીની ત્રણ સરહદો- સિંઘુ, ટિકરી અને ગાઝીપુરમાં પડાવ નાખ્યા હતા. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન ગયા વર્ષે 26-27 નવેમ્બરના રોજ 'દિલ્હી ચલો' કાર્યક્રમથી શરૂ થયું હતું. જ્યારે કેન્દ્રએ તાજેતરમાં ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. યુનાઈટેડ કિસાન મોરચા (united kisan morcha), જે 40થી વધુ ખેડૂત યુનિયનના આંદોલનની(movement of the farmer' union) આગેવાની કરી રહી છે, આ ઉપરાંત કહ્યું હતું કે, આટલા લાંબા સમય સુધી સંઘર્ષ ચાલુ રાખવો તે ભારત સરકાર તેના કામ કરતા નાગરિકો પ્રત્યે અસંવેદનશીલ અને ઘમંડી વલણ ધરાવે છે.
આ ઉપરાંત છેલ્લા 12 મહિના દરમિયાન, આ આંદોલન વિશ્વ અને ઈતિહાસનું સૌથી મોટું તેમજ સૌથી લાંબુ પ્રદર્શન બની ગયું છે, જેમાં કરોડો લોકોએ ભાગ લીધો છે અને તે ભારતના દરેક રાજ્ય, દરેક જિલ્લા અને ગામડાઓમાં ફેલાયેલો છે. સરકારના ત્રણ ખેડૂત વિરોધી કાયદાને રદ કરવાના નિર્ણય સિવાય, આંદોલને ખેડૂતો, સામાન્ય નાગરિકો અને દેશ માટે ઘણી જીત હાંસલ કરી છે.
ખેડૂતો અને કામદારો દિલ્હીમાં જન વિરોધ પ્રદર્શન કરવા આહ્વાન
SKMએ જણાવ્યું હતું કે, ત્રણ કાયદાઓને રદબાતલ કરવુંએ આંદોલનની પ્રથમ મોટી જીત છે અને તે આંદોલનકારી ખેડૂતોની બાકીની કાયદેસર માંગણીઓ પૂર્ણ થવાની રાહ જોઈ રહી છે. ઐતિહાસિક ચળવળને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે, ખેડૂતો અને કામદારો દિલ્હીમાં જન વિરોધ પ્રદર્શન કરવા અને દૂર-દૂરના રાજ્યોની રાજધાનીઓ અને જિલ્લા મુખ્યાલયોમાં માર્ચનું આયોજન કરવા યુનાઇટેડ કિસાન મોરચાના આહ્વાન પર મોટી સંખ્યામાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આગળ કહ્યું હતું, હજારો ખેડૂતો દિલ્હીમાં વિવિધ વિરોધ સ્થળો પર આવવા લાગ્યા છે. દિલ્હીથી દૂર સ્થિત રાજ્યોમાં આ પ્રસંગે રેલી, ધરણા અને અન્ય કાર્યક્રમો યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. કર્ણાટકમાં ખેડૂતો મુખ્ય હાઈવે બ્લોક કરશે. તમિલનાડુ, બિહાર અને મધ્ય પ્રદેશમાં તમામ જિલ્લા મુખ્યાલયો પર ટ્રેડ યુનિયનો સાથે સંયુક્ત રીતે દેખાવો કરવામાં આવશે. રાયપુર અને રાંચીમાં ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં, કોલકાતા તેમજ જિલ્લાઓમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારથી વિશ્વભરમાંથી એકતા પણ પ્રદર્શિત કરવામાં આવશે.