ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હાઈ એલર્ટ પર, અલ કાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી - સુરક્ષા એજન્સીઓ એરપોર્ટની સુરક્ષાને લઈને એલર્ટ

અલ કાયદા (Al-Qaeda)એ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ પછી CISF અને અન્ય સુરક્ષા એજન્સીઓ એરપોર્ટની સુરક્ષાને લઈને એલર્ટ થઈ ગઈ છે.

દિલ્હી હાઈ એલર્ટ પર, અલ કાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી
દિલ્હી હાઈ એલર્ટ પર, અલ કાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી

By

Published : Aug 8, 2021, 12:29 PM IST

  • અલ કાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી
  • પોલીસને અલ કાયદાના નામે શનિવારે સાંજે એક મળ્યો હતો Email
  • ધમકી મળતાં જ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી

નવી દિલ્હી: અલ કાયદા (Al-Qaeda) એ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI ) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સંદર્ભે દિલ્હી પોલીસને અલ કાયદાના નામે શનિવારે સાંજે એક ઇ-મેઇલ મળ્યો હતો, જેમાં તેને આગામી કેટલાક દિવસોમાં IGI એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, ધમકી મળતાં જ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ લગાવવાની યોજના

દિલ્હી પોલીસને શનિવારે સાંજે એક ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કરણબીર સૂરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી શારા ઉર્ફે હસીના રવિવારે સિંગાપોરથી ભારત આવી રહ્યા છે. આ બંને આગામી એકથી 3 દિવસમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. એટલું જ નહીં, અલ કાયદાની આ ધમકી બાદ CISF અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. એરપોર્ટની સુરક્ષા કડક કરી દીધી છે.

પહેલા પણ મળી ચૂકી છે ધમકીઓ

તે જ સમયે, તપાસ પર DIGએ કહ્યું કે, અગાઉ પણ સમાન નામો અને સમાન વિગતો સાથે ધમકી સંદેશ મળ્યો હતો. તેમના મતે અગાઉ કરણબીર અને શૈલીને ISIS ના કિંગપિન તરીકે કહેવામાં આવતું હતું. તે જ સમયે એવું લખવામાં આવ્યું હતું કે, બંને ભારત આવી રહ્યા છે. એકથી ત્રણ દિવસમાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ મારવાનું કાવતરું ઘડી શકશે.

આ પણ વાંચો:બોમ્બની ખોટી અફવા ફેલાવનારા 2 આરોપીની ધરપકડ

18 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર વિમાનને ઉડાવી દેવાની ધમકી

તમને જણાવી દઈએ કે, અગાઉ 18 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર વિમાનને ઉડાવી દેવાની ધમકીના કારણે સનસનાટી ફેલાઈ ગઈ હતી. તે સમયે બેંગ્લોરથી દિલ્હી આવતી ફ્લાઇટમાં એક પેસેન્જરને સ્લિપ મળી હતી. સ્લિપમાં લખ્યું હતું કે, પ્લેનમાં બોમ્બ હતો અને તે દિલ્હી એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેને ઉડાવી દેશે. જો કે વિમાન દિલ્હી પહોંચતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ઘેરી લીધું હતું અને તપાસ દરમિયાન કશું જ મળ્યું ન હતું. આ અંગે એરપોર્ટ પોલીસના ડેપ્યુટી કમિશનર રાજીવ રંજને જણાવ્યું હતું કે, એક પ્રવાસી વિમાનના વોશરૂમમાં પડેલા ટીશ્યુ પેપરનો ટુકડો જોયો હતો, જેમાં લખ્યું હતું કે, બેંગ્લોરથી દિલ્હી આવી રહેલી એર એશિયાની ફ્લાઇટમાં બોમ્બ છે.

ABOUT THE AUTHOR

...view details