ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Security Forces Operation in Chhattisgarh: 6 નક્સલી ઠાર મરાયા, મોટી સંખ્યામાં હથિયાર કરાયા કબજે - ધનોરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી વિસ્ફોટક કબજે

છત્તીસગઢમાં કિસ્તારામ પીએસ સીમાના વન ક્ષેત્રમાં સુરક્ષાબળોએ 6 નક્સલીઓને ઠાર માર્યા (Naxals killed in Kistaram forest area) છે. અથડામણની જગ્યાથી સુરક્ષાબળોએ (Security Forces Operation in Chhattisgarh) મોટી સંખ્યામાં હથિયાર પણ કબજે (a large number of weapons seized) કર્યો છે. આ અથડામણ તેલંગાણાના કોટ્ટાગુડમ અને છત્તીસગઢ સીમાના સુકમા જિલ્લામાં થઈ હતી.

Security Forces Operation in Chhattisgarh: 6 નક્સલી ઠાર મરાયા, મોટી સંખ્યામાં હથિયાર કરાયા કબજે
Security Forces Operation in Chhattisgarh: 6 નક્સલી ઠાર મરાયા, મોટી સંખ્યામાં હથિયાર કરાયા કબજે

By

Published : Dec 27, 2021, 9:48 AM IST

Updated : Dec 27, 2021, 11:01 AM IST

છત્તીસગઢઃ કિસ્તારામ પીએસ સીમાના વન ક્ષેત્રમાં સુરક્ષાબળોએ (Security Forces Operation in Chhattisgarh) 6નક્સલીઓને ઠાર માર્યા (Naxals killed in Kistaram forest area) છે. અથડામણની જગ્યાથી સુરક્ષાબળોએ મોટી સંખ્યામાં હથિયાર પણ કબજે (a large number of weapons seized) કર્યો છે.

આ પણ વાંચો-દંતેવાડામાં પોલીસ-નક્સલી વચ્ચે અથડામણ, ત્રણ ઈનામી મહિલા નક્સલી ઠાર

તેલંગાણાના SPએ આપી માહિતી

તંલગાણામાં ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના SP સુનીલ દત્તે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેલંગાણા અને છત્તીસગઢના બોર્ડર વિસ્તાર કિસ્તારામ પીએસ સીમાના વન ક્ષેત્રમાં થયેલી અથડામણમાં નક્સલીઓ ઠાર મરાયા (Naxals killed in Kistaram forest area) છે.

આ પણ વાંચો-છત્તીસગઢ નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને જેતપુરમાં ABVP દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

સુરક્ષા બળોનું સંયુક્ત અભિયાન

તેમણે કહ્યું હતું કે, આ તેલંગાણા પોલીસ, છત્તીસગઢ પોલીસ અને CRPFનું સંયુક્ત અભિયાન હતું. પોલીસના મતે, ચારલા ઝોનથી 25 કિલોમીટર દૂર કુર્નવલ્લી-પેસરલાપાડુ વન વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. તેલંગાણા પોલીસે પુષ્ટિ કરી છે કે, 6 માઓવાદી ઠાર મારાયા છે, જેમાંથી 4 મહિલાઓ હતી. આ સાથે જ આમાં એક નક્સલી ચારલા વિસ્તારની ખૂંખાર કમાન્ડર મધુ પણ સામેલ હતી. પોલીસે માઓવાદીઓના 6 મૃતદેહ કબજે કર્યા છે. તો પોલીસનું તપાસ અભિયાન હજી ચાલુ છે.

પોલીસ સતર્ક છે

છેલ્લા કેટલાક મહિલાઓમાં પોલીસે નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ અભિયાન તેજ કરી દીધું છે. પોલીસે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં 26 ડિસેમ્બરે અલગ-અલગ સ્થળ પરથી 2 IED કબજે કર્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર, ઉગ્રવાદીઓએ જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાનોમાં સામેલ સુરક્ષાકર્મીઓને નિશાન બનાવવા માટે IED લગાવ્યા હતા. લેન્ડમાઈન દૂર કરવાના અભિયાન દરમિયાન ધનોરા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા અલગ અલગ સ્થળોથી વિસ્ફોટક કબજે (Explosives seized from Dhanora police station area) કરવામાં આવ્યા હતા.

નક્સલીઓના ગઢ અબૂઝમાડની સાથે સમગ્ર બસ્તર વિસ્તારમાં વિકાસાત્મક કાર્ય ચલાવવાના કારણે ઉગ્રવાદી સ્થાનિક લોકોનું સમર્થન ગુમાવવાથી હતાશ થઈને સુરક્ષાકર્મીઓને નિશાન બનાવવા માટે IED લગાવવામાં આવી રહ્યા છે.

Last Updated : Dec 27, 2021, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details