પુંછ: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના સિંધરા વિસ્તારમાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થઈ હતી, ત્યારબાદ અન્ય નાઈટ સર્વેલન્સ સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર સાથે એન્કાઉન્ટર ફરી શરૂ થયું હતું. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ સંભવતઃ વિદેશી આતંકવાદી છે અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે.
Terrorists Attack: પુંછમાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને ફૂંકી માર્યા, સર્ચ ઑપરેશન શરૂ - 4 terrorists in Poonch
સુરક્ષા દળોએ પૂંચ જિલ્લાના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ભારતીય સેનાના અધિકારીઓએ મંગળવારે એટલે કે, આજે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે.
હથિયારો અને દારૂગોળો: આ પહેલા 27 જૂને જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાવડા ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં, એક આતંકવાદી માર્યો ગયો, જ્યારે એક પોલીસકર્મી પણ ઘાયલ થયો. તારીખ 16 જૂને પણ સવારે કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે એન્કાઉન્ટર સ્થળ પરથી લોકોને સલામત સ્થળે લઈ ગયા હતા. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આની જાણકારી આપી હતી. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
ઓપરેશન હાથ ધરવામાં આવ્યું: ભારતીય સેનાના અધિકારીઓએ મંગળવારે એટલે કે, આજે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમણે કહ્યું કે, પૂંચના સિંધરા વિસ્તારમાં ભારતીય સેનાના વિશેષ દળો, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે અન્ય દળોનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અવાર નવાર આતંકવાદીઓના ઠારના સમાચાર સામે આવતા હોય છે. ફરી વાર એવા જ સમાચાર સામે આવ્યા છે.