જમ્મુ કાશ્મીર: અવાર-નવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં 5 જવાનો શહીદ થયા હતા. અવાર-નવાર બનતી ઘટનાને કારણે ત્યાનાં સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ઓપરેશન ઓલ આઉટ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની આતંકવાદીઓ જવાબ દેવાના મૂડમાં છે. અને આ ઉશ્કેરાટમાં આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે.
હુમલો કરવાની યોજના:વિશ્વસનીય ગુપ્તચર સૂત્રોએ જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી યોજનાનો પર્દાફાશ કર્યો છે. આ પ્લાન મુજબ આતંકીઓ ફિદાયીન હુમલા અને ગ્રેનેડ હુમલાની યોજના બનાવી રહ્યા છે. સુરક્ષા દળો અને બિન-સ્થાનિક મજૂરો આતંકવાદીઓના નિશાના પર છે. જેના પર આતંકવાદીઓ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે કાશ્મીરના બારામુલ્લામાં આત્મઘાતી હુમલાની યોજના ઘડાઈ રહી છે. શ્રીનગરના પરિમપોરામાં પણ જૈશના આતંકવાદીઓ ગ્રેનેડથી હુમલાની યોજનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા દળોને એલર્ટ પર મૂકી દીધા છે.
5 જવાનો શહીદ થયા હતા: જમ્મુ-કાશ્મીરના કાંડી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હોવાનું સામે આવ્યું છે. આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયા હતા. જોકે, દેશના જવાનો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા. મળતી માહિતી અનૂસાર J&Kના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 5 જવાનો શહીદ થયા હતા.