ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનને ભડકે બાળનાર મુખ્ય વ્યક્તિની કરાઇ ધરપકડ - ભૂતપૂર્વ સૈનિકની ધરપકડ

કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજના(Agneepath Recruitment Scheme) વિરુદ્ધ 17 જૂને સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર આગચંપી(Firefighters at Secunderabad railway station) અને હિંસાનું આયોજન કરવાના આરોપમાં એક ભૂતપૂર્વ સૈનિકની ધરપકડ કરવામાં આવી(Ex soldier arrested) છે. તેલંગાણા રેલવે પોલીસે આ માહિતી આપી હતી.

સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનને ભડકે બાળનાર મુખ્ય વ્યક્તિની કરાઇ ધરપકડ
સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનને ભડકે બાળનાર મુખ્ય વ્યક્તિની કરાઇ ધરપકડ

By

Published : Jun 25, 2022, 6:46 PM IST

હૈદરાબાદ : સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર 17 જૂને આગચંપીનું કાવતરું(Firefighters at Secunderabad railway station) ઘડવા બદલ એક ભૂતપૂર્વ સૈનિકની ધરપકડ કરવામાં આવી(Ex soldier arrested) છે. તેલંગાણા રેલ્વે પોલીસે આ બાબતની જાણકારી આપી છે. કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજના હિંસામાં ફેરવાઇ હતી. 17 જૂનના રોજ, પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે કથિત રીતે અહીંના રેલ્વે સ્ટેશન પર ગોળીબાર કર્યો ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું પણ થયું હતું અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, અવુલા સુબ્બા રાવ અગાઉ આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. હવે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના નરસરાઓપેટા ખાતે સાઈ ડિફેન્સ એકેડમી ચલાવે છે. સુબ્બા રાવ અને તેના ત્રણ સાથીઓની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો -1999ના કારગિલ યુદ્ધ પછી પહેલીવાર સામે આવ્યો 'અગ્નિપથ' યોજનાનો વિચાર

આવી રીતે ભડકાવવામાં આવ્યા હતા - નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીએ તેમની સંસ્થામાં સેનામાં જોડાવા માંગતા યુવકો પાસેથી કથિત રીતે 3 લાખ રૂપિયાના બોન્ડ લીધા હતા. કેન્દ્ર દ્વારા અગ્નિપથ યોજનાની જાહેરાત કર્યા પછી અને બાદમાં આર્મી ભરતી માટેની લેખિત પરીક્ષા રદ કર્યા પછી એક મહત્વાકાંક્ષી યુવક એઆરઓ (આર્મી રિક્રુટિંગ ઑફિસ) ખાતે રેલી કાઢવા માંગતો હતો. સુબ્બા રાવ અને અન્ય લોકોએ અલગ-અલગ વોટ્સએપ જૂથો બનાવ્યા અને સંદેશ ફેલાવ્યો કે દરેક વ્યક્તિએ સિકંદરાબાદ રેલવે સ્ટેશન પહોંચવું જોઈએ અને યોજના પાછી ખેંચવા માટે હિંસાનો આશરો લેવો જોઈએ. નિવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સુબ્બા રાવ અને અન્ય એકેડમીઓને અગ્નિપથ યોજનાના અમલીકરણ સાથે બિઝનેસ ગુમાવવાનો ભય છે. હિંસાને ટેકો આપનાર સંરક્ષણ એકેડમીના અન્ય નિર્દેશકોને ઓળખવા માટે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - તો આ રીતે અગ્નિપથના 'વીર' એ ટ્રેનને લગાવી હતી આગ, જુઓ વિડિયો

ABOUT THE AUTHOR

...view details