નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર (Lok Sabha Budget Session)નો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. બજેટરી દરખાસ્તો માટે સંસદની મંજૂરી લેવી અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે બજેટ (Jammu Kashmir Budget 2022) રજૂ કરવું એ સરકારના એજન્ડામાં ટોચ પર છે. આ અંતર્ગત નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જમ્મુ-કાશ્મીર માટે બજેટ પ્રસ્તાવ રજૂ કર્યો. લંચ બાદ ગૃહમાં આ અંગે ચર્ચા શરૂ થઈ હતી.
કોંગ્રેસ અને અન્ય સાંસદોનો વાંધો પાયાવિહોણો:એનકે પ્રેમચંદ્રન અને મનીષ તિવારીએ નાણાકીય વર્ષ 2021-22 માટે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે અનુદાનની માંગ પર ચર્ચા શરૂ થયા પછી ફરી એકવાર વાંધો ઉઠાવ્યો. જો કે, નિર્મલા સીતારમણે કહ્યું કે, આ પહેલા પણ યુપીએના કાર્યકાળ દરમિયાન બન્યું છે. કોંગ્રેસ અને અન્ય સાંસદોનો વાંધો પાયાવિહોણો છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પણ કહ્યું કે, બંધારણની કલમ 357 હેઠળ કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીર અંગે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. કારણ કે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા (Jammu Kashmir Assembly) ભંગ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સંસદ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના હિતમાં નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો:Rajya Sabha Budget Session: રાજ્યસભામાં ગૂંજ્યો ગુજરાતના પ્રદૂષણનો પ્રશ્ન, ઉઠી આ માંગ