ન્યુઝ ડેસ્ક:નવરાત્રીમાં બીજા દિવસેમાં (Navratri Second Day) બ્રહ્મચારિણી (Brahmacharini) સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં દુર્ગા પૂજાના (Durga puja) અવસરે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામા આવે છે. ભગવાન શંકરને (lord shankar) પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું હતું. આ કઠીન તપને કારણે આ દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે.
બ્રહ્મચારિણી નામ કેમ: નવરાત્રિના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા (Brahmacharini Puja) કરવામાં આવે છે. માતા રાણીના સ્વભાવની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર માતા બ્રહ્મચારિણી સફેદ વસ્ત્રોમાં સજ્જ છે અને જમણા હાથમાં અષ્ટદળની માળા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર, મા બ્રહ્મચારિણીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે માતા તપશ્ચરિણી એટલે કે બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે.