- SEBIનું આધાર નંબરને PAN સાથે લિંક કરવાનું રિમાઇન્ડર
- PAN અને આધાર લિંક નહીં હોય તો નહીં થઈ શકે કોઈપણ ટ્રાન્ઝેક્શન
- PAN-આધાર 30 સપ્ટેમ્બર સુધીમાં લિંક નહીં થાય તો PAN કાર્ય કરવાનું બંધ કરી દેશે
CBDTએ 13 ફેબ્રુઆરી, 2020ના રોજ જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું હતું કે જો 1 જુલાઈ, 2017 સુધી જારી કરાયેલ PANને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ નકામું થઈ જશે. SEBIએ તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર 2021 પહેલા તમામ પાન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની ખાતરી કરવા કહ્યું છે. આમ, જો તમે હજુ સુધી તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આવનારા સમયમાં તમારી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો PANને આધાર સાથે લિંક કર્યું હશે તો જ કોઈપણ ટ્રાન્જેક્શન કરી શકાશે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ રોકાણકારોને નિરંતર ટ્રાન્ઝેક્શન માટે 30 સપ્ટેમ્બર, 2021 પહેલા તેમના આધાર નંબરને પરમનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) સાથે લિંક કરવાનું રિમાઇન્ડર આપ્યું છે.
PAN કામ કરવાનું બંધ કરી દેશે, નહીં થઈ શકે કોઈપણ ટ્રાન્ઝેક્શન
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ની સૂચના અનુસાર, જો 30 સપ્ટેમ્બર સુધીમાં PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN કામ કરવાનું બંધ કરી દેશે. જો PAN નહીં હોય તો કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. CBDT એ 13 ફેબ્રુઆરી 2020ના રોજ જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું હતું કે જો 1 જુલાઈ 2017 સુધી જારી કરાયેલ PAN ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ બેકાર થઈ જશે.