- લોકસભામાં ગાજ્યો Mundra Port Drug Seized Case
- Congress MP Anto Anthony એ સરકારને પૂછ્યો પ્રશ્ન
- Seaport and large scale drug infiltration શંકાના દાયરામાં લીધાં
અમદાવાદઃ નવી દિલ્હીમાં આજથી સંસદનું શિયાળુ સત્ર ( Parliament winter session 2021 ) શરુ થઈ ગયું છે. લોકસભામાં કોંગ્રેસના સાંસદ એન્ટો એન્થોનીના (Congress MP Anto Anthony) પ્રશ્નના જવાબમાં સરકારના ગૃહ મંત્રાલય (Union home ministry) ડ્રગની દાણચોરી અને સંસ્થાનોના ખાનગીકરણના ( Seaport and large scale drug infiltration) કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો હતો. એન્થોનીએ સવાલ કર્યો હતો કે શું બંદરો અને એરપોર્ટના ખાનગીકરણને કારણે ડ્રગ્સની મોટા પાયે દાણચોરીમાં વધારો થયો છે? અદાણી જૂથ દ્વારા સંચાલિત ગુજરાતના મુંદ્રા પોર્ટ પર સપ્ટેમ્બરમાં લગભગ 3,000 કિલો હેરોઈન જપ્ત (Mundra Port Drug Seized Case) કરવામાં આવ્યા બાદ સરકારનો પ્રતિસાદ નોંધપાત્ર બન્યો હતો.. વિપક્ષ (Congress) આરોપ લગાવ્યો હતો કે અફઘાનિસ્તાનથી ડ્રગ્સ ભારતમાં કેવી રીતે પ્રવેશ્યું તેની તપાસ કરવા માટે સરકાર પૂરતું કામ કરી રહી નથી.
વિશેષપણે પૂછાઇ હતી માહિતી
જ્યારે સપ્ટેમ્બરની ઘટના (Mundra Port Drug Seized Case) વિશે વિશેષરૂપે પૂછવામાં આવ્યું ત્યારે મંત્રાલયે (Union home ministry) જણાવ્યું હતું કે ગુજરાતમાં સપ્ટેમ્બર 2021 સુધી બે કેસમાં 21,000 કરોડની કિંમતનું 2990.97 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે 2020માં એક પણ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી આ બાબતની તપાસ કરી રહી છે.
મંત્રાલયે ચૂપ્પી સાધી
જોકે જપ્ત કરાયેલું ડ્રગ મોકલનાર અને પ્રાપ્ત કરનારની વિગતો વિશે પૂછવામાં આવતાં મંત્રાલયે (Union home ministry) કોઈ જવાબ આપ્યો નથી.