- ઉત્તરાખંડના કેદારનાથમાં ચાર ભકેતો કેડો ભુલી ગયા
- SDRFએ રાહ ગુમાવનારા ચાર ભક્તોને બચાવ્યા
- શ્રદ્ધાળુઓને લિંચોલી પોલીસ સ્ટેશન મોકલ્યા
રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) એ મંગળવારે રાત્રે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરથી પરત ફરતી વખતે પંથ ભુલનાર ચાર ભક્તકારોને બચાવ્યા. એસડીઆરએફના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, કેડો ગુમાવનારા શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના લિંચોલીમાં ફસાયેલા હતા.
કેદારનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી પંથ ભુલ્યા
અધિકારીઓએ જણાવ્યું કે, "અમને ઉત્તરાખંડ પોલીસ તરફથી ઘટનાની માહિતી મળતાં જ અમે ફસાયેલા લોકોને શોધવા દોડી ગયા હતા." "સ્થળ પર પહોંચ્યા પછી, અમને ખબર પડી કે ચાર લોકો કેદારનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી ગૌરી કુંડ તરફ આવી રહ્યા હતા. ભૂલથી, તેઓએ બીજો રોડ લીધો અને રસ્તો ગુમાવ્યો હતો".