- ભારતની કલાકૃતિ અને સંસ્કૃતિ જાળવી રાખવા અનેક લોકોનું યોગદાન
- ઉડિયા સંસ્કૃતિ અને ઓડિશાના લોકોને સ્વર્ગીય મહાપાત્રએ વિશ્વમાં ઓળખ આપી
- પુરીના જગન્નાથથી લઈને પેરિસ સુધી પથ્થરો પર કોતરણી કળા લોકોને અભિભૂત કરનારી
ઓડિશા:વિશ્વભરમાં ભારત કલાકૃતિ અને સંસ્કૃતિ માટે પ્રચલીત છે. ત્યારે, તેના વારસાને જાળવી રાખવા માટે અનેક લોકોએ પોતાનું યથાયોગ્ય યોગદાન આપ્યું છે. તેવા જ એક ઓડિશાના પ્રસિદ્ધ મૂર્તિકારગુરૂ સ્વર્ગીય રઘુનાથ મહાપાત્ર (Sculptor Late Raghunath Mahapatra )એ આ અદ્ભુત ખજાનાની રક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. પુરીના જગન્નાથ ધામથી લઈને પેરિસ સુધી પથ્થરો પર કોતરણીકામ કરવાની તેમની કળાએ લોકોના મન મોહ્યા છે.
મહાપાત્રએ ઉડિયા સંસ્કૃતિની વિશ્વમાં વિશેષ ઓળખ અપાવી
ભુતકાળમાં ઉત્કલ નામે જાણીતું આજનું ઓડિશા, કે જે અદ્ભુત કલા અને સંસ્કૃતિની ભૂમિ છે. પ્રસિદ્ધ મૂર્તિકારગુરૂ સ્વર્ગીય રઘુનાથ મહાપાત્રએ રાજ્યના આ અદ્ભુત ખજાનાની રક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. પુરીના જગન્નાથના ધામથી લઈને પેરિસ સુધી પથ્થરો પર કોતરણી કળા લોકોને અભિભૂત કરનારી છે. પ્રસિદ્ધ મૂર્તિકાર સ્વર્ગીય રઘુનાથ મહાપાત્રએ સમગ્ર વિશ્વમાં ઓડિશાની આહલાદક મૂર્તિકલાની અવિસ્મરણીય છાપ છોડી છે. મૂર્તિકલા ક્ષેત્રમાં તેમની ઉપલબ્ધીઓએ ઉડિયા સંસ્કૃતિ અને ઓડિશાના લોકોને સમગ્ર વિશ્વમાં વિશેષ ઓળખ અપાવી છે.
આ પણ વાંચો:Best out of waste: રાંચીમાં કોરોના સંક્રમિત બહેનોએ વેસ્ટમાંથી બેસ્ટ વિચારસરણી સાથે બનાવ્યો બગીચો
મહાપાત્ર મૂર્તિકલાની દુનિયામાં હંમેશા ચમકનારા સૂર્ય સમાન
સ્વર્ગીય રઘુનાથની કલાત્મક મૂર્તિકલામાં ઓડિશાની વાસ્તુકલા, સંસ્કૃતિ, પરંપરા, સંગીત, નૃત્ય, પોષાક અને સજાવટને પ્રતિત કરે છે. તેમની આંગળીઓના સ્પર્શ માત્રથી મૃત પથ્થરો પણ જીવીત થઈ પોતાની કહાની કહેવા લાગતા હતા. દિવંગત રઘુનાથ મહાપાત્ર મૂર્તિકલાની દુનિયામાં હંમેશા ચમકનારા સૂર્ય સમાન રહ્યા છે. દેશના પ્રતિષ્ઠિત એવા ત્રણેય પદ્મ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ઉડિયા કલાકાર હતા. ત્યારે, કલાકારીની સાથે રાજકારણમાં તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ કોરોનાના કારણે તેમનું નિધન થયું હતું, પરંતુ, આ બાદ ગણતરીના દિવસોમાં જ તેમના બન્ને પુત્રોનું પણ કોરોનાથી નિધન થયું હતું.
પેરિસમાં આવેલી તથાગત બુદ્ધની પ્રતિમા પણ કંડારી
સ્વર્ગીય રઘુનાથ મહાપાત્રએ ઘણી બધી મૂર્તિયો પણ બનાવી છે. જેમા, બાલાસોરમાં આવેલી પુરીના શ્રી જગન્નાથ મંદિરની પ્રતિકૃતિની સાથે સાથે દેશ-વિદેશમાં આવેલા 14 મંદિર અને મૂર્તિકલાના અદ્ભુત કાર્ય પથ્થર પર તેમની કલાત્મક્તાના સાક્ષી છે. આ ઉપરાંત, સંસદભવનના કેન્દ્રીય હોલમાં આવેલી સૂર્યનારાયણની લાકડામાંથી બનાવેલી 6 ફૂટ ઉંચી પ્રતિમા હોય કે પછી પેરિસના બુદ્ધ મંદિરમાં આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા, આ કલાકૃતિઓ તેમની મૂર્તિકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.