- રાયગઢમાં મૂર્તિ વિસર્જન કરવા જતા 12 લોકોને સ્કોર્પિયો કારે કચડી નાખ્યા
- વિસર્જનમાં જતા કચડાયેલા 12 લોકોમાંથી 5 લોકોની સ્થિતિ ગંભીર છે
- ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બળને તહેનાત કરી દેવાયું
રાયગઢઃ મૂર્તિ વિસર્જન માટે જઈ રહેલી ભીડમાં સામેલ 12 લોકોને પૂરઝડપે આવેલી સ્કોર્પિયોએ કચડી નાખ્યા છે, જેમાંથી 5 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ ઘટના પછી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ અને ખાનગી નર્સિંગ હોમમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને સારી સારવાર માટે રિમ્સ રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બળને તહેનાત કરી દેવાયા છે.
આ પણ વાંચો-ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મકાનમાં છત પડવાથી 3 લોકોના મોત
સ્કોર્પિયો કારે ત્રણ લોકોને ઘસેડ્યા હતા
શહેરના ગોલા રોડ, ઝંડા ચોક મોડ પાસે થયેલી ઘટનામાં રામગઢ પોલીસ સ્ટેશનના ASI સહિત 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 5 લોકોની સ્થિતિ ગંભીર છે. જોકે, આ અકસ્માત તેવા સમયે થયો હતો. જ્યારે મૂર્તિ વિસર્જનમાં જઈ રહેલા લોકોને સ્કોર્પિયો કારે અડફેટે લીધી હતી અને લોકોને કચડતા આગળ નીકળી ગઈ હતી. વિસર્જનમાં જતા લોકો ઝંડા ચોક થઈને પોલીસ સ્ટેશન ચોક તરફ જઈ રહ્યા હતા. JH02AP 7073 નંબરની સ્કોર્પિયોએ આ અકસ્માત કર્યો હતો. સ્કોર્પિયો ચાલકે દુર્ઘટના પછી ગાડીને રોકવામાં નહતી આવી અને ગાડીમાં ફસાયેલા ત્રણ લોકોને ઘસડીને 50 મીટરથી દૂર લઈ જવાયા હતા.