નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી તાશ્કંદના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ 2022માં ભાગ (SCO SUMMIT 2022) લેવા માટે રવાના થશે. તેઓ ત્યાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ, પાકિસ્તાનના pmને (PM Narendra Modi Foreign Tour) મળી શકે છે. PM અન્ય નેતાઓને (Samarkand Uzbekistan international Meet) મળી જરૂરી ચર્ચાઓ કરી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
3 દેશના વડાઃ એવું કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીગુરૂવારે બપોરે દિલ્હીથી રવાના થવાના છે. મોડી સાંજે તેઓ સમરકંદ પહોંચે તેવી શક્યતા છે. આ બેઠકનો સૌથી મહત્વપૂર્ણ દિવસ 16 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે રહેશે. ખરેખર, પહેલા (Nations Leader Group photo) નેતાઓનો ગ્રુપ ફોટો થશે. આ પહેલીવાર હશે જ્યારે નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ સહિત અન્ય નેતાઓ સાથે હશે.
ભાષણ કરી શકેઃ આ દરમિયાન, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઔપચારિક ફોટો પછી, નેતાઓ તેમના મર્યાદિત અધિકારીઓ સાથે પ્રતિબંધિત ફોર્મેટમાં બેઠક કરશે. આ પછી, તમામ LCO સભ્ય દેશોના પ્રતિનિધિમંડળ અને નિરીક્ષકનો દરજ્જો ધરાવતા દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી ઔપચારિક ભાષણ પણ કરશે. આ બેઠક બાદ સમરકંદ બેઠકના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ બેઠક ઔપચારિક ભોજન સાથે સમાપ્ત થશે.
શું છે આ SCO.SCO એટલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન. આમાં સભ્ય દેશોની સંખ્યા 8 છે. તેમના નામ ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, રશિયા, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન છે. હવે જો નિરીક્ષક દેશની વાત કરીએ તો તેમાં અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન (ઈરાન સમરકંદની બેઠકમાં સભ્ય તરીકે જોડાશે) અને મંગોલિયાનો સમાવેશ થાય છે. તેના ભાગીદાર દેશોમાં અઝરબૈજાન, આર્મેનિયા, કંબોડિયા, નેપાળ, તુર્કી, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ સંગઠનનું મહત્વ એ હકીકત પરથી જાણી શકાય છે કે તેના સભ્યો પાસે વિશ્વની લગભગ અડધી વસ્તી ધરાવતા દેશો છે, જે દેશો વિશ્વના 22 ટકા જમીન વિસ્તાર અને જીડીપીના 20 ટકા ધરાવે છે.