- કોરોનાના અંતને લઈને વૈજ્ઞાનિકોની મોટી આગાહી
- હવે 6 મહિનામાં કોરોનાનો ખાતમો નક્કી
- અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંતે કરી આગાહી
ન્યૂઝ ડેસ્ક: અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત માઈકલ ઓસ્ટરહોલ્મે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. પરંતુ આગામી 6 મહિનામાં આખી દુનિયામાં કોરોનાના કેસમાં ઘટાડો આવી જશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ચાલુ વર્ષના શિયાળામાં કોરોનાના કેસમાં ઉછાળો આવે તો નવાઈ નહીં. આગામી 3 થી 6 મહિનામાં કોરોનાના અંતની રાહ જોઈ રહેલા લોકોને વૈજ્ઞાનિકોએ ચિંતાજનક સમાચાર આપ્યાં છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આપણે છેલ્લા દોઢ વર્ષથી જે વેઠી રહ્યાં છીએ તેવું વધારે સમય સુધી વેઠવા તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો:છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 27,254 કેસ નોંધાયા
મહામારી પૂરી થતા પહેલા લગભગ દરેક વ્યક્તિ કોરોનાનાથી સંક્રમિત થઇ શકે છે
મહામારી પૂરી થતા પહેલા લગભગ દરેક વ્યક્તિને કોરોનાનાથી સંક્રમિત થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ એવું પણ જણાવ્યું કે, મહામારી પૂરી થતા પહેલા લગભગ દરેક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગશે અથવા તો વેક્સિન લેશે. બેડ લક ધરાવતા કેટલાક લોકોને અનેક વાર કોરોનાથી સંક્રમિત થયા છે. આગામી કેટલાક મહિનાઓ ખરાબ રહેશે. એક મુખ્ય ખતરો એ છે કે જો રસી-પ્રતિરોધક વેરિએન્ટ વિકસે, જો કે તે આગળનું એકમાત્ર જોખમ નથી. આગામી મહિનાઓમાં, બ્લૂમબર્ગ અર્થતંત્ર અને બજારો, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, મુસાફરી અને વધુ પર રોગચાળાની લાંબા ગાળાની અસરનું અન્વેષણ કરશે.