બેંગ્લોર : બેંગ્લોરની 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યા બાદ પોલીસે વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢ્યા હતા. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, બેંગલુરુની 7 સ્કૂલોને મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તે પ્રકારે મેઇલ પ્રાપ્ત થયો હતો. ત્યારપછી પોલીસે આ તમામ શાળાના વિદ્યાર્થીઓને બહાર પરિસરમાં મોકલી આપ્યા હતા.
બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી -બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમ સ્કૂલોની તપાસ કરી રહી છે. શાળાઓને મેઇલ દ્વારા ધમકી આપવામાં આવી છે, તેમાં લખવામાં આવ્યું છે - તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. આ કોઈ મજાક નથી. આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરો.
- આ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો
1. DPS વર્થુર
2. ગોપાલન ઇન્ટરનેશનલ સ્કૂલ