ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોતાની છોકરી કરતા વધું માર્ક આવતા હોવાથી ક્લાસના ટોપરની કરાઇ હત્યા - Killer woman Victoria Sahiara arrested

પુડુચેરીના કરાઈકલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ એક વિદ્યાર્થીને કોલ્ડ ડ્રિંકમાં ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ પાછળનું કારણ એવું હતું કે, જેને ઘટનાને અંજામ આપ્યો તે મહિલાની છોકરીને મરણજનાર છોકરા કરતા ઓછા માર્ક આવતા હતા તે તેનાથી સહન થતું ન હતું માટે મોત આપ્યું. Classmate mother kills friend in Tamil Nadu, Tamil Nadu school topper murdered, Murder of school topper by poisoning in cold drink, poisoned in a cold drink and killed in tamil nadu

ક્લાસના ટોપરની કરાઇ હત્યા
ક્લાસના ટોપરની કરાઇ હત્યા

By

Published : Sep 5, 2022, 6:30 AM IST

Updated : Sep 5, 2022, 8:52 AM IST

તમિલનાડું : ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની માતાએ તેનાજ ક્લાસમેટને ઝેર આપીને મારી નાખ્યો છે(Classmate mother kills friend in Tamil Nadu). આ ઘટના પુડુચેરીના કરાઈકલની છે. મૃતક બાલામણિકંદન નહેરુ નગર કરાઈકલની એક ખાનગી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો(Class 8 topper killed by poisoning with cold drink). તેને પાતાના ક્લાસમાં ટોપ કર્યું હતું. પોલીસે હત્યારી મહિલા વિક્ટોરિયા સહિયારાનીની ધરપકડ કરી છે(Killer woman Victoria Sahiara arrested).

ટોપ કરતો હોવાથી મળ્યું મોત પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા બાલામણિકંદનથી ઈર્ષ્યા કરતી હતી, કારણ કે તેની પુત્રીને ક્લાસમાં ઓછા માર્ક આવ્યા હતા અને બાલામણિકંદને ક્લાસમાં ટોપ કર્યું હતું. બાલામણિકંદન રાજેન્દ્રન અને માલતીનો પુત્ર હતો. વિક્ટોરિયા સહિયારાની શુક્રવારે સ્કૂલ પહોંચી હતી અને છોકરાને કોલ્ડ ડ્રિંકમાં ઝેર આપીને પિવડાવ્યું હતું. જો કે, ઘરે પહોંચ્યા બાદ છોકરાને સતત ઉલ્ટીઓ થવા લાગી હતી અને તેણે તેના માતા-પિતાને જણાવ્યું હતું કે વિક્ટોરિયા સહિયારાનીએ તેની સાથે આવું કર્યું હતું.

ઇર્ષ્યાથી મોતનો માર્ગ બતાવાયો છોકરાના માતા-પિતાએ કહ્યું કે, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેનો જીવ બચાવી શક્યા નહીં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે કોલ્ડ ડ્રિંકમાં ઝેર હતું અને તે જાણીજોઈને બાલામણિકંદનની હત્યા કરવા માટે આપવામાં આવ્યું હતું. પોલીસે વિક્ટોરિયા સહિયારાનીની ધરપકડ કરી છે. તેણીએ પોલીસને જણાવ્યું કે, તે બાલામણિકંદનની ઈર્ષ્યા કરતી હતી કારણ કે, તે હંમેશા ક્લાસમાં ટોપ કરતો હતો અને તેના કારણે તેની પુત્રી ટોપ નહોતી કરી શકતી. વિક્ટોરિયા સહિયારાનીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમમાં થયા ખુલાસા ડોકટરોએ ચેકઅપ દરમિયાન કહ્યું કે બાળકને ઝેર આપવામાં આવ્યું છે, ત્યારે ચોંકી ગયેલા માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે શાળાના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે શાળાના ચોકીદારે વિદ્યાર્થીને સોફ્ટ ડ્રિંક પીવડાવ્યું હતું. આ અંગે ચોકીદારની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોલીસને જણાવ્યું કે બાલા મણિકંદનના વર્ગમાં ભણતી એક છોકરીની માતાએ સોફ્ટ ડ્રિંક આપ્યું અને બાલા મણિકંદનને આપવાનું કહ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે મહિલાએ ચોકીદારને કહ્યું હતું કે તે બાલા મણિકંદનની સંબંધી છે.

Last Updated : Sep 5, 2022, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details