ઉત્તરપ્રદેશઃઅલીગઢ જિલ્લાની એક શાળાની રૂઢિચુસ્ત વિચારસરણી (Hijab Controversy in Uttar Pradesh)સામે આવી છે. પંજીપુરની ઈસ્લામિક મિશન સ્કૂલમાં નમાજ દરમિયાન રાષ્ટ્રગીત (Madressa in Uttar Pradesh) ન વગાડવાનો આરોપ છે. તે જ સમયે, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેતા મોહમ્મદ અમીરે એવો પણ આરોપ લગાવ્યો છે કે, ત્રણ વર્ષની દીકરીને હિજાબ (Hijab to 3 yearl old girl) પહેરીને સ્કૂલમાં મોકલવાનું (School Dictatorship In Aligarh) દબાણ કરવામાં આવે છે. તેમજ શાળામાં બાળકીને હિન્દી ભણાવવામાં નથી આવતું. મોહમ્મદ આમીરે આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દર વિક્રમસિંહને ફરિયાદ કરી છે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ શાળા સંચાલકે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આ પણ વાંચોઃઈદગાહ કેસઃ સુપ્રીમે અરજદારને ગણેશોત્સવને અન્ય જગ્યાએ લઈ જવા આદેશ કર્યા
મોટા આરોપઃઅમીરે જણાવ્યું કે તેણે ત્રણ વર્ષની પુત્રી અક્સાને આ વર્ષે પંજીપુરની ઈસ્લામિક મિશન સ્કૂલમાં નર્સરીમાં દાખલ કરાવી હતી. તે જ સમયે, પાંચ મહિના પછી પણ તેમની પુત્રીને હિન્દીનો એક પણ શબ્દ શીખવવામાં આવ્યો નથી.વધુમાં કહ્યું કે શાળામાં કાર્ટૂન બેગ, બોટલ, લંચ બોક્સ પર પણ પ્રતિબંધ છે. જ્યારે શાળા પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું ન હતું. સાથે જ આમિરે લગાવ્યો છે.
આ પણ વાંચોઃNCRB Report 2021 : મહિલા પર અત્યાચારોમાં અમદાવાદ અવ્વલ, સબ સલામતનો દાવો પોકળ
સંચાલકનું નિવેદનઃડો. કૌનેન કૌશરે જણાવ્યું કે, શાળામાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. તેમજ હિજાબ માટે કોઈ દબાણ કરવામાં આવતું નથી. આ મામલે બીએસએ સતેન્દ્ર ઢાકાએ જણાવ્યું કે, શાળાની ફરિયાદ સંજ્ઞાનમાં છે અને આ મામલામાં બ્લોક એજ્યુકેશન ઓફિસરને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ બાદ જ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.