હૈદરાબાદઃ આજે સમગ્ર વિશ્વમાં વિજ્યાદશમીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. વિજ્યાદશમી એટલે અસત પર સતનો વિજય. આ પવર્ને સત્યના વિજયના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રી રામે રાવણના અન્યાય અને અત્યાચારથી સંસારને મુક્ત કર્યો હતો.
પરમ શિવભક્તઃ રાવણ સાથે અનેક લોકવાયકા અને માન્યતાઓ જોડાયેલી છે. જેમાં તે રાક્ષસોનો રાજા હતો અને અત્યાચારી હતો. જો કે રાવણમાં ખૂબી પણ હોવાનો ઉલ્લેખ છે. રાવણ પરમ જ્ઞાની અને મહાન શિવ ભક્ત હતો. આજે પણ રાવણે રચેલા શિવ સ્તોત્ર વિના શિવપૂજાને અધૂરી માનવામાં આવે છે. આ સ્તોત્ર રાવણ અતિજ્ઞાની હોવાનું પ્રમાણ છે. પ્રભુ શ્રી રામ અને હનુમાન રાવણના ગુણોથી પ્રભાવિત હતા.
જ્ઞાન માટે તપસ્યાઃ રાવણ જન્મજાત કુશાગ્ર બુદ્ધિ અને જ્ઞાની હતો. તેના પિતા અને દાદા ઋષિકુળના હતા તેથી તેણે બાળપણથી વેદ, પુરાણ અને ઉપનિષદોનું જ્ઞાન મળ્યું હતું. તેણે પોતે પણ અનેક રચનાઓ કરી છે. રાવણે જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલ રાવણ સંહિતાની રચના કરી છે. આ ઉપરાંત ઈન્દ્રજાળ, કુમારતંત્ર, પ્રાકૃત લંકેશ્વર, અંક પ્રકાશ, પ્રાકૃત કામધેનુ, નાડી પરીક્ષા, રાવણીયમ, ઋગ્વેદ ભાષ્ય વગેરે ગ્રંથોની રચના કરી છે.
પ્રખર રાજદ્વારીઃ જ્યારે રાવણ અંતિમ શ્વાસ લેતો હતો ત્યારે ભગવાન રામે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાનની કેટલીક બાબતો શીખવા માટે મોકલ્યા હતા. જ્યારે લક્ષ્મણ રાવણ પાસે પહોંચ્યા ત્યારે રાવણે કહ્યું કે જ્યારે તમે કોઈની પાસે જ્ઞાન લેવા આવો ત્યારે તેના પગ પાસે બેસો નહિ કે તેના માથા પાસે.