ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૌભાંડી મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી, ડોમિનિકા હાઈકોર્ટે જામીન ફગાવ્યા - ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સી

પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ચૂકેલો કુખ્યાત વેપારી મેહુલ ચોક્સીની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, ડોમિનિકા હાઈકોર્ટે ફ્લાઈટ રિસ્ક હોવાની વાત કહીને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી દીધી છે. આપને જણાવી દઈએ કે, બચાવ પક્ષના વકીલોએ હાઈકોર્ટમાં તર્ક આપવામાં આવ્યું છે કે, એક કેરિકોમ નાગરિક તરીકે મેહુલ ચોક્સી જામીનનો હકદાર છે.

કૌભાંડી મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી, ડોમિનિકા હાઈકોર્ટે જામીન ફગાવ્યા
કૌભાંડી મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી, ડોમિનિકા હાઈકોર્ટે જામીન ફગાવ્યા

By

Published : Jun 12, 2021, 10:13 AM IST

  • ડોમિનિકા હાઈકોર્ટ ભાગેડુ મેહુલ ચોક્સીની અરજી ફગાવી
  • હાઈકોર્ટે કહ્યું, ચોક્સી દેશ છોડીને ભાગી શકે તેવી શક્યતા
  • ફ્લાઈટ રિસ્ક હોવાના કારણે જામીન આપવાથી ઈનકાર

નવી દિલ્હીઃડોમિનિકા હાઈકોર્ટે ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવીને તેની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હાઈકોર્ટે મેહુલ ચોક્સીને ફ્લાઈટ રિસ્ક હોવાના કારણે જામીન આપવાથી ઈનકાર કરી દીધો છે. સરકારી પક્ષના વકીલોએ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, ચોક્સી દેશ છોડીને ભાગી શકે છે.

આ પણ વાંચો-પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી

મેહુલ ચોક્સી જામીનનો હકદાર છેઃ બચાવ પક્ષના વકીલ

આપને જણાવી દઈએ કે, બચાવ પક્ષના વકીલોએ હાઈકોર્ટમાં તર્ક આપ્યો છે કે, એક કેરિકોમ નાગરિક તરીકે મેહુલ ચોક્સી જામીનની હકદાર છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી ડોમિનિકાના અધિકારીઓની કસ્ટડીમાં છે અને ત્યાં કેટલીક કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. મંત્રાલયે એ પણ કહ્યું હતું કે, ભાગેડુને પરત લાવવા માટે તમામ પ્રયાસ ચાલુ રહેશે.

આ પણ વાંચો-મેહુલ ચોક્સી(Mehul Choksi)ની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી રખાઇ મુલતવી

ગયા મહિને બ્રિટન-ભારતની વાર્તામાં અનેક વિષય પર ચર્ચા થઈ હતી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ગયા મહિનામાં બ્રિટન-ભારતની વાર્તામાં આર્થિક ગુનાઓના વિષય પર વાત થઈ હતી અને બ્રિટિશ પક્ષે કહ્યું હતું કે, તેમના દેશમાં ગુના ન્યાય પ્રણાલીની પ્રકૃતિના કારણે કેટલાક કાયદા અડચણરૂપ છે, પરંતુ તેઓ એવા લોકોને ઝડપથી પ્રત્યાર્પણ કરવા માટે દરેક પ્રયાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details