ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં ગુંટુરમાં SC યુવકની હત્યા, ગુંડાઓએ પીછો કરીને છરી વડે હત્યા કરી - Babu Hotel Itukuri Road

આંધ્રપ્રદેશમાં ગુંટુરમાં SC યુવકની ઘાતકી હત્યાની (SC youth killed in Guntur in Andhra Pradesh) ધટના બની છે જેમાં ગુંડાઓએ યુવકનો પીછો કરીને છરી અને ચાકુ વડે હત્યા કરી હોવાની ધટના પ્રકાશમાં આવી છે.

આંધ્રપ્રદેશમાં ગુંટુરમાં SC યુવકની હત્યા, ગુંડાઓએ પીછો કરીને છરી વડે હત્યા કરી
આંધ્રપ્રદેશમાં ગુંટુરમાં SC યુવકની હત્યા, ગુંડાઓએ પીછો કરીને છરી વડે હત્યા કરી

By

Published : Oct 19, 2022, 3:08 PM IST

આંધ્રપ્રદેશઅમરાવતી ગુંટુર શહેરમાં મંગળવારે રાત્રે એક વ્યક્તિનો હથિયારો સાથે ગુંડાઓએ રસ્તા પર પીછો કર્યો હતો. જ્યારે બધા લોકો તેમને જોઈ રહ્યા હતા. યુવકભયમાં પોતાનો જીવ બચાવવા તે સ્થાનિક કરિયાણાની દુકાનમાં દોડી ગયો હતો અને સંતાઈ ગયો હતો. બીજી બાજૂ આ ધટના સમયે માર્કેટમાંવેપારીઓ અને લોકો ખરીદી કરી રહ્યા હતા તેઓ ડરી ગયા હતા અને ભાગી ગયા હતા.આ ધટના આંધ્રપ્રદેશમાં આવેલ ગુંટુર શહેરના પાટણ બજાર કન્યાકા પરમેશ્વરી મંદિર પાસે આવેલી બાબુ હોટલ ઇતુકુરી રોડ માં રાત્રે 8 વાગ્યે બની હતી. ગુંડાઓએ રસ્તા પર પીછો આ યુવકની હત્યા (SC youth killed in Guntur in Andhra Pradesh) કરી દીધી હતી.

મૃતકની ઓળખનલ્લાચેરુવુ ગામના વતની હતા તેમનું નામ ડોડી રમેશ છે તેવી પોલીસ તપાસમાં જાણકારી મળી આવી છે. તેઓ SC સમુદાય સાથે જોડાયેલા, તેઓ ફાઇનાન્સ બિઝનેસ તેમજ શુભ પ્રસંગો માટે ડેકોરેશન કરે છે. આ ઘટનાને લઇને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આરોપીઓને શોધવા માટે શહેરમાં તપાસ કરી રહી છે. મૃતકની માતાએ શોક વ્યક્ત કર્યો હતો કે, હત્યા પહેલા રમેશ ઘરે ન્હાવા માટે તૈયાર થઈ રહ્યો હતો, ત્યારે કોઈએ તેને બોલાવ્યો અને બહાર આવ્યો અને તેની હત્યા કરવામાં આવી. પોલીસે કહ્યું કે તે જૂના ગુંટુરના ચકલીકુંટામાં બનેલી હત્યાના (SC youth killed in Guntur in Andhra Pradesh) કેસમાં આરોપી છે

મૃતકે માંગી હતી પોલીસ સહાયરમેશની પત્ની લતાએ આરોપ લગાવ્યો હતો કે બુડમ્પાડુના એક રૌડી ચાદરવાળા આરકેએ તેના પતિની હત્યા કરી હતી. તેણે કહ્યું કે તેના પતિને તેના જીવનો ડર હતો અને તેણે પોલીસને મદદ કરવા કહ્યું પરંતુ કોઈ ફાયદો થયો નહીં

ABOUT THE AUTHOR

...view details