નવી દિલ્હી: તામિલનાડુ અને મહારાષ્ટ્ર સરકારના કાયદાને પડકારતી અરજીઓના સમૂહ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં આ અરજીઓમાં તમિલનાડુ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'જલ્લીકટ્ટુ' અને બળદગાડાની રેસને મંજૂરી આપવાના કાયદાને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ કેએમ જોસેફ, અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના કાયદાને સમર્થન આપ્યું છે. રાજ્યમાં બળદને કાબૂમાં રાખવાની રમત 'જલ્લીકટ્ટુ'ને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટ કહ્યું કે, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (તમિલનાડુ એમેન્ડમેન્ટ) એક્ટ, 2017, પ્રાણીઓની પીડા અને વેદનાને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
જલ્લીકટ્ટુ'નું કોઈ સાંસ્કૃતિક મૂલ્ય: તમિલનાડુ સરકારે 'જલ્લીકટ્ટુ'ના આચરણનો બચાવ કર્યો છે. રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં પોતાનું સ્ટેન્ડ રાખતા કહ્યું કે, રમતગમતનું સંગઠન એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સરકારે કહ્યું કે 'જલ્લીકટ્ટુ'ની ઘટનામાં બળદો પ્રત્યે કોઈ ક્રૂરતા નથી. રાજ્યએ સર્વોચ્ચ અદાલતને કહ્યું કે, તે ખોટી માન્યતા છે કે 'જલ્લીકટ્ટુ'નું કોઈ સાંસ્કૃતિક મૂલ્ય નથી. કારણ કે તે એક રમત છે અને તે લોકોનું મનોરંજન કરે છે. રાજ્ય સરકારે આ મામલે પોતાનું વલણ રાખતા પેરુ, કોલંબિયા અને સ્પેન જેવા દેશોના ઉદાહરણ આપ્યા.