ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર આવતીકાલે નિર્ણય

કલમ 370ની જોગવાઈઓને રદ કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સોમવારે પોતાનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 10, 2023, 4:15 PM IST

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સોમવારે પોતાનો ચુકાદો આપશે.

કલમ 370 પર સોમવારે ચુકાદો આવશે : 11 ડિસેમ્બર (સોમવારે) સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી યાદી અનુસાર, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ ચુકાદો આપશે. બેન્ચના અન્ય સભ્યોમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત છે.

બચાવકારોની દલિલો સાંભળવામાં આવી : સુપ્રીમ કોર્ટે 16 દિવસની સુનાવણી બાદ 5 સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે કલમ 370 નાબૂદ કરવાનો બચાવ કરનારાઓની દલીલો સાંભળી હતી અને એટર્ની જનરલ આર વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને અન્ય કેન્દ્ર તરફથી હાજર હતા.

સરકારે કલમ 370ને નાબૂદ કરી હતી : કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવે અને અન્ય વરિષ્ઠ વકીલોએ અરજદારો વતી દલીલો કરી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 નાબૂદ કરી હતી, જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી, અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી હતી - જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ.

  1. કલમ ​​370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની આતુરતાથી રાહ જોતું જમ્મુ-કાશ્મીર
  2. કલમ 370 હટાવવા અંગે થયેલી અરજીઓ મામલે સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details