- દેશમુખના નિવાસસ્થાનના CCTV ફૂટેજ કબજે કરવા માંગ
- દેશમુખે મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું લક્ષ્યાંક આપ્યું: સિંહ
- અનિલ દેશમુખ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને નિવાસ સ્થાને મળ્યા
નવી દિલ્હી:મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ 'નિષ્પક્ષ અને સ્વતંત્ર' CBI તપાસની માગણી કરતી મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે બુધવારે સુનાવણી કરશે.
કેસની સૂચિ કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ
કેસની સૂચિ કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાઈ છે. જે મુજબ, સિંહની અરજી ન્યાયાધીશ એસ.કે. કૌલ અને ન્યાયાધીશ આર.એસ. રેડ્ડીની ખંડપીઠ સુનાવણી કરશે. સિંહ 1988ની બેચના IPS અધિકારી છે. મુંબઈના પોલીસ કમિશ્નર પદેથી તેમની બદલીને 'મનમાની' અને 'ગેરકાયદેસર' હોવાનો આરોપ લગાવતા આદેશને રદ કરવા તેમણે કોર્ટને વિનંતી કરી હતી. સિંહે વચગાળાની રાહત તરીકે તેમના ટ્રાન્સફર ઓર્ડર પર સ્ટે મૂકવા વિનંતી કરી છે અને રાજ્ય સરકાર, કેન્દ્ર અને CBIને તાત્કાલિક દેશમુખના નિવાસસ્થાનના CCTV ફૂટેજ કબજે કરવા માંગ કરી છે.
આ પણ વાંચો:પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી
સિંહે આરોપ લગાવ્યો
અરજીમાં જણાવ્યું છે કે, પુરાવા નાશ થાય તે પહેલાં અરજદારે આ અદાલતને મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખની ગેરવર્તણૂકના પૂર્વગ્રહયુક્ત, અસરગ્રસ્ત, નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરવા વિનંતી કરવા રિટ અધિકારનો સહારો લીધો છે. સિંહે આરોપ લગાવતા કહ્યું કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અવગણીને ફેબ્રુઆરી 2021માં મુંબઇના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના સચિન વાજે અને સોશિયલ સર્વિસિસ બ્રાંચ, મુંબઇના ASP સંજય પાટીલ સહિતના અન્ય પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં, તેમને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.
દેશમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા
આ અંગે, મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ મંગળવારે સાંજે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને નિવાસ સ્થાને મળ્યા હતા. બીજી તરફ, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવને મળ્યા હતા અને મહારાષ્ટ્ર પોલીસમાં બદલી સંબંધિત ભ્રષ્ટાચાર મામલે CBI તપાસની માંગ કરી હતી.
આ પણ વાંચો:પરમબીર-દેશમુખ કેસ: કેન્દ્રિય પ્રધાનનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, એક પ્રધાનનો ટાર્ગેટ 100 કરોડ, તો બાકીના પ્રધાનોનો કેટલો?