- સુપ્રીમ કોર્ટે પિટિશનની સુનવણીમાં ખેડૂત આંદોલનની કાઢી ઝાટકણી
- આંદોલનના નામે ટ્રેનો અને હાઈવે બંધ કરાવવા અયોગ્ય
- કોર્ટે કહ્યું - તમે શહેરને ચોતરફથી ઘેર્યું, હવે અંદર આવીને વિરોધ કરવા માંગો છો
નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટમાં કિસાન મહાપંચાયત (Kisan Mahapanchayat) અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે, જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની અનુમતિ માટે સોમવાર સુધીમાં સોગંદનામું રજૂ કરે. કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આંદોલનને પગલે હાઈવેને અવરોધિત કરી શકાય નહીં.