- દેશમાં કોરોનાની અત્યંત વિકટ પરિસ્થિતિ
- સુપ્રીમ કોર્ટે કેટલાક વરિષ્ઠ વકીલોને આદેશને વાંચ્યા વિના ટિપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો
- કોરોના સંકટ પર સુપ્રીમ કોર્ટ 27 એપ્રિલના રોજ કરશે સુનાવણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે દેશની કોવિડ -19 ને લગતી પરિસ્થિતિને 'રાષ્ટ્રીય કટોકટી' ગણાવી હતી. સુપ્રીમ કોર્ટ 27 એપ્રિલે કોવિડ -19 વૈશ્વિક મહામારી દરમિયાન આવશ્યક માલ અને સેવાઓના ડિલિવરીને લગતી બાબતો અંગે 27 એપ્રિલના રોજ સુનાવણી કરશે.
કેન્દ્રએ જવાબ ફાઇલ કરવા માટે સમય આપ્યો
સુપ્રીમ કોર્ટે કહ્યું, "કોવિડ સંબંધિત કેસમાં સાલ્વેને ન્યાયના મિત્ર તરીકે નિમણૂક કરવા વિશે કેટલાક વકીલો શું કહે છે તે જાણીને અમને પણ દુ:ખ થયું છે." પરંતુ આ મામલામાં કેન્દ્રએ જવાબ ફાઇલ કરવા માટે સમય આપ્યો.
આ પણ વાંચો: ઉદ્ધવ સરકારે લીધો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં 1લી મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત
દેશમાં કોરોનાની અત્યંત વિકટ પરિસ્થિતિ
દેશમાં કોરોનાની અત્યંત વિકટ પરિસ્થિતિ પ્રવર્તી હોવાથી તેમજ દવાઓ અને ઓક્સિજનની અછતને લઈને લોકોમાં ઉઠેલી બૂમને પગલે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો નોંધ લેતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કરતા કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા તેમની પાસે શું યોજના છે. હાઈકોર્ટમાં કોરોના સંલગ્ન કેસોની સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે કેટલાક વરિષ્ઠ વકીલોને આદેશને વાંચ્યા વિના ટિપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો
સુપ્રીમ કોર્ટે કેટલાક વરિષ્ઠ વકીલોને તેના આદેશને વાંચ્યા વિના ટિપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો હતો અને કહ્યું કે, તેણે ઉચ્ચ અદાલતોથી કેસ પોતાને મોકલ્યા નથી. સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેને કહ્યું, તમે અમારા આદેશને વાંચ્યા વિના જ અમારા પર આરોપ લગાવ્યો છે.