- ત્રિપુરામાં કથિત ધાર્મિક તોડફોડની ઘટનાઓનું રિપોર્ટિંગ કરતા 2 પત્રકારો કેસ
- SCએ 2 પત્રકારો પર નોંધાયેલ FIR પરની પોલીસ કાર્યવાહી પર સ્ટે મૂક્યો
- કોર્ટે પોલીસને નોટિસ ફટકારી
નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા (communal violence in Tripura) અંગેના 2 પત્રકારોના અહેવાલો પર ત્રિપુરા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પરની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે, અને આ સાથે કોર્ટે પોલીસને નોટિસ (FIRs registered by Tripura Police) ફટકારી છે.
રિપોર્ટિંગ કરતા 2 પત્રકારો પર વિવિધ કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો
ત્રિપુરામાં કથિત ધાર્મિક તોડફોડની તાજેતરની ઘટનાઓનું રિપોર્ટિંગ કરતા 2 પત્રકારો પર સાંપ્રદાયિક દ્વેષ ફેલાવવા, શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાનિત કરવા અને ગુનાહિત કાવતરું રચવા સાથે સંબંધિત કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા મહિલા પત્રકારોની અટકાયત
ત્રિપુરામાં તાજેતરની હિંસાની ઘટનાઓનું રિપોર્ટિંગ કરતી બે મહિલા પત્રકારોને પોલીસે રવિવારે કસ્ટડીમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુ પરિષદની ફરિયાદ બાદ ત્રિપુરામાં પત્રકાર સમૃદ્ધિ સકુનિયા અને સ્વર્ણ ઝા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ ત્રિપુરા પોલીસે બે મહિલા પત્રકારોને કસ્ટડીમાં લીધી છે.
હિંસા મામલે ગૃહમંત્રાલયે આપ્યું હતું નિવેદન