- પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી
- શશી કુમાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કેટલાક પ્રશ્નો પૂછ્યા
- અરજીઓમાં ફોનમાં સીધી ઘુસણખોરીના 10 કેસોની માહિતી
નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે કથિત પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી શરૂ કરી છે અને જણાવ્યુંં છે કે, જો તેના વિશેના અહેવાલો સાચા હોય તો જાસૂસીના આરોપો ગંભીર છે. ચીફ જસ્ટિસ (CJI) એન.વી. રમણ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે શરૂઆતમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો એન રામ અને શશી કુમાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.
તેમાં કોઇ શંકા નથી, જો રિપોર્ટ સાચો છે - CJI
CJI એ જણાવ્યું હતું કે, 'આ બધામાં જતા પહેલા અમારી પાસે કેટલાક પ્રશ્નો છે. તેમાં કોઇ શંકા નથી, જો રિપોર્ટ સાચો છે તો આરોપો ગંભીર છે.' તેમણે વિલંબનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, આ કેસ 2019માં સામે આવ્યો હતો. જાસૂસી રિપોર્ટ 2019માં સામે આવ્યો હતો. મને ખબર નથી કે, વધુ માહિતી મેળવવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તે એવું કહેવા માંગતો ન હતા કે આ એક અવરોધ છે.
અરજીઓમાં ફોનમાં સીધી ઘુસણખોરીના 10 કેસોની માહિતી
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, તે દરેક કેસની હકીકતોમાં જઈ રહ્યું નથી અને જો કેટલાક લોકો દાવો કરે છે કે, તેમનો ફોન અટકાવવામાં આવ્યો હતો. આ ટેલિગ્રાફ એક્ટ છે જેના હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે. સિબ્બલે જણાવ્યું હતું કે, 'હું સમજાવી શકું છું. અમારી પાસે ઘણી બધી સામગ્રી પહોંચી નથી. અરજીઓમાં ફોનમાં સીધી ઘુસણખોરીના 10 કેસોની માહિતી છે.
આ પણ વાંચો : પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી
કપિલ સિબ્બલે દલીલ કરી
સુનાવણી દરમિયાન એન. રામ અને અન્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે, આ સ્પાયવેર માત્ર સરકારી એજન્સીઓને વેચવામાં આવે છે અને ખાનગી સંસ્થાઓને વેચી શકાતા નથી. NSO ટેકનોલોજીનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમાવેશ થાય છે. સિબ્બલે જણાવ્યું કે, પેગાસસ એક ખતરનાક ટેકનોલોજી છે. જે આપણી જાણકારી વગર આપણા જીવનમાં પ્રવેશ કરે છે. આનાથી આપણા પ્રજાસત્તાકની ગોપનીયતા, ગૌરવ અને મૂલ્યો પર હુમલો થયો છે.
સરકારે જવાબ આપવો પડશે કે તેને કોણે ખરીદ્યું : કપિલ સિબ્બલ
સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, પત્રકારો, જાહેર વ્યક્તિઓ, બંધારણીય સત્તાવાળાઓ, કોર્ટના અધિકારીઓ, શિક્ષણવિદો તમામ સ્પાયવેરથી પ્રભાવિત છે અને સરકારે જવાબ આપવો પડશે કે તેને કોણે ખરીદ્યો ? હાર્ડવેર ક્યાં મૂકવામાં આવ્યું હતું ? સરકારે FIR કેમ નોંધાવી નથી ?
સુપ્રીમ કોર્ટ ભારત સરકારને નોટિસ આપશે : સિબ્બલ