ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી સરકારને સુપ્રિમ કોર્ટનો ઝટકો, ખાનગી શાળાઓની ફી વસૂલાત અંગેની અરજી રદ્દ - Development annual fees

ખાનગી શાળાઓ (Private Schools) દ્વારા ફી વધારાની માગને લઈને દિલ્હી સરકાર (Delhi Government) ને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી ઝટકો લાગ્યો છે. ઉચ્ચ ન્યાયાલયે નોન-ગ્રાન્ટેડ ખાનગી શાળાઓના છાત્રો પાસેથી વાર્ષિક ફી અને ડેવલપમેન્ટ વસૂલવાની અનુમતિ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો છે.

Supreme Court
Supreme Court

By

Published : Jun 28, 2021, 3:31 PM IST

  • Supreme Court માં દિલ્હી સરકારને ઝટકો
  • Delhi High Court ના ચુકાદાને પડકાર્યો હતો
  • Private Schools હવે Development annual fees વસૂલી શકશે

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે સોમવારના રોજ દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court) ના એ આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે, જેમાં રાજધાની દિલ્હીમાં નોન ગ્રાન્ટેડ ખાનગી શાળાઓ (Private Schools) ને વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક ફી અને ડેવલપમેન્ટ ફી (Development annual fees) વસૂલવાની અનુમતિ આપવામાં આવી હતી.

સરકારની તમામ દલીલો હાઈકોર્ટની બેન્ચ સમક્ષ નિર્ણય મોટે ખુલ્લી

ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાની બેન્ચ દિલ્હી સરકાર (Delhi Government) ના શિક્ષા નિર્દેશાલય (DOE)ની દલીલથી અસહમત હતા. જોકે, ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દિલ્હી સરકારની તમામ દલીલો હાઈકોર્ટની બેન્ચ સમક્ષ નિર્ણય મોટે ખુલ્લી રહેશે. કારણ કે, અહીં આ અરજીને ગુણ-દોષના આધારે રદ્દ કરવી યોગ્ય ન હતી. દિલ્હી હાઈકોર્ટ દ્વારા 31 મે ના રોજ દિલ્હી સરકારના શિક્ષા નિર્દેશાલય (DOE)ના એપ્રિલ અને ઓગસ્ટ 2020ના આદેશને રદ્દ કર્યો છે. જેના દ્વારા વાર્ષિક ફી અને ડેવલપમેન્ટ ફી ની વસૂલાત પર રોક લગાવી હતી. દિલ્હી સરકારે હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details