નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme court on exam) 10મા-12માની ઑફલાઇન બોર્ડની પરીક્ષા (offline board exam)ને રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, આવી અરજી ચારે બાજુથી ખોટી આશા અને મૂંઝવણ પેદા કરે છે.
વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ
બેન્ચે કહ્યું કે, આનાથી માત્ર ખોટી આશાઓ જ નહીં પરંતુ તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ પણ ઊભી થાય છે. સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ સામેલ છે. બેન્ચે કહ્યું કે, વિદ્યાર્થીઓને તેમનું કામ કરવા દો અને અધિકારીઓને તેમનું કામ કરવા દો. અનુભા શ્રીવાસ્તવે (Child rights activist Anubha Srivastava Sahay) અરજી દાખલ કરી હતી.
આ પણ વાંચો-Crypto Investment: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા, આંધળા રોકાણના જોખમો જાણો