નવી દિલ્હી:તામિલનાડુના મંત્રી ઉદયનીધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને કરેલી ટિપ્પણીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરવા ઇનકાર કર્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠે કહ્યું કે, 'જો અમે આ પ્રકારની અરજીઓ મામલે વિચાર કરવા જઈશું તો આવી અરજીઓનો ઢગલો થઇ જશે.'
સુપ્રીમ કોર્ટે ઉધયનિધિ સ્ટાલિન સામે સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી મામલે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો - SC REFUSES TO ENTERTAIN CONTEMPT PLEA
સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મ અંગેના તેમના વિવાદાસ્પદ નિવેદન સામે ઉધયનિધિ સ્ટાલિન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો... Supreme Court, Udhayanidhi Stalin, Sanatan Dharma
![સુપ્રીમ કોર્ટે ઉધયનિધિ સ્ટાલિન સામે સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી મામલે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો SC REFUSES TO ENTERTAIN CONTEMPT PLEA AGAINST UDHAYANIDHI STALIN OVER HIS CONTROVERSIAL STATEMENTS ON SANATAN DHARMA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-11-2023/1200-675-20145537-thumbnail-16x9-jpg.jpg)
Published : Nov 29, 2023, 10:12 PM IST
ખંડપીઠે કહ્યું કે જો વ્યકતિગત મામલલાઓમાં કોર્ટ દખલગીરી કરશે તો મુખ્ય મામલે તેઓ ન્યાય નહિ આપી શકે. આ ઉપરાંત તેમને ટિપ્પણી કરતા જણાવ્યું કે દેશભરના લોકોની વ્યક્તિગત મામલાને લઈને સુનાવણી હાથ ધરવી અસંભવ છે. 'અમે વ્યક્તિગત પાસાઓને લઈને સુનાવણી કરી શકીએ નહિ. અમે વહીવટી તંત્રની સ્થાપના કરી શકીએ છે અને ત્યારબાદ જો કોઈ તેનું ઉલ્લંઘન કરે તો તે મામલે કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ ન્યાયાલયમાં જઈ શકે છે.
હેટ સ્પીચના કેસોમાં કડક પગલાં લેવાનો નિર્દેશ: સપ્ટેમ્બરમાં ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ. ત્રિવેદીની બેન્ચે સ્ટાલિન જુનિયર અને 'સનાતન ધર્મ ઉમ્મૂલન સંમેલન'ના આયોજકો સામે એફઆઈઆર નોંધવાના નિર્દેશોની માંગ કરતી અરજી પર નોટિસ જારી કરી હતી. આ વર્ષે એપ્રિલમાં, સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણ ભારતને એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે પરિકલ્પના કરે છે, અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હેટ સ્પીચના કેસોમાં કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.