- હાઇબ્રિડ માધ્યમ ઉપલબ્ધ કરાવવાની સુપ્રીમની ના
- CBSEની પરીક્ષાઓ 16 નવેમ્બરથી શરૂ થઈ
- પરીક્ષા વખતે સત્તાધિકારી તમામ સાવચેતીના પગલાં લેશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) CBSE અને CISCEને 10માં અને 12માં બોર્ડની પરીક્ષાઓ (Board Exams)માં બેસનારા વિદ્યાર્થીઓ માટે ફક્ત ઓફલાઇન માધ્યમની જગ્યાએ હાઇબ્રિડ માધ્યમ (Hybrid medium) (ઓનલાઇન અને ઓફલાઇન બંને)નો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવાથી ગુરૂવારના ના કહી દીધી અને કહ્યું કે, આ સ્તર પર પ્રક્રિયામાં વિક્ષેપ કરવો યોગ્ય રહેશે નહીં.
પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 15,000 કરવામાં આવી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ (Exams) 16 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જ્યારે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) બોર્ડની પરીક્ષાઓ 22 નવેમ્બરથી શરૂ થવાની છે. CBSE તરફથી હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતા (Solicitor General Tushar Mehta)એ ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલ્કર અને ન્યાયમૂર્તિ સી.ટી. રવિકુમારની ખંડપીઠને જણાવ્યું કે, ઓફલાઇન માધ્યમથી બોર્ડની પરીક્ષાઓ કરાવવા માટે સાવધાની વર્તવામાં આવી છે અને પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 6,500થી વધીને 15,000 સુધી કરી દેવામાં આવી છે.