નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રશ્ન કર્યો હતો કે શું તે રાજ્યોમાં ડિમોલિશન પર રોક લગાવવા અને અધિકારીઓને પગલાં લેવાથી અટકાવવા માટે વચગાળાનો નિર્દેશ (SC on bulldozer action ) પસાર કરી શકે છે. જસ્ટિસ બી આર ગવઈ અને પીએસ નરસિમ્હાની ખંડપીઠે પક્ષકારોને આ મામલે દલીલો પૂર્ણ કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, તે 10 ઓગસ્ટના રોજ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા ડિમોલિશન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી (SC refuses to stay UP demolitions) કરશે.
સર્વગ્રાહી આદેશ:"કાયદાના નિયમનું પાલન કરવું જોઈએ તેના પર કોઈ વિવાદ નથી. પરંતુ શું આપણે સર્વગ્રાહી આદેશ (UP bulldozer action ) પસાર કરી શકીએ? જો આપણે આવો સર્વગ્રાહી આદેશ પસાર કરીએ, તો શું અમે સત્તાવાળાઓને ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવાથી રોકીશું નહીં," બેન્ચે કહ્યું.
આ પણ વાંચો:ગુજરાતથી દિલ્હી પગપાળા કામદારોના હિત માટે યુવકે કાઢી યાત્રા, છત્તિસગઢમાં થઈ ચર્ચા