નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન નિરાધાર અને અનાથ બાળકો (Orphan due to pandemic)ની ઓળખનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ થયો નથી. સુપ્રિમ કોર્ટે રાજ્યોને ઠપકો આપ્યો છે કે, તેઓ રસ્તા પર રહેતા બાળકો અને તેમના માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોની ઓળખ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાળકોની સંભાળ માટેના નિર્દેશો પસાર થયાને 4 મહિના થઈ ગયા છે, પરંતુ રાજ્યોએ હજુ સુધી બાળકોની ઓળખ પણ કરી નથી.
બાલ સ્વરાજ પોર્ટલ
અગાઉ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) એ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે, 1 એપ્રિલ, 2020થી, કુલ 1,47,492 બાળકોએ કોવિડ-19 અને અન્ય કારણોસર તેમના માતાપિતામાંથી એક અથવા બંનેને ગુમાવ્યા છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમના માતા-પિતા ગુમાવનારા બાળકોની સંભાળ અને સંરક્ષણ અંગેના એક સુઓમોટો (Suomoto on orphan child) કેસમાં, NCPCR એ કહ્યું કે, તેનો ડેટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેમના 'બાલ સ્વરાજ પોર્ટલ - કોવિડ કેર' (Bal swaraj portal - covid care) પર અપલોડ કરેલા ડેટાના આધારે 11 જાન્યુઆરી સુધી શેર કરવામાં આવે છે.
તરછોડાયેલા બાળકો
એડવોકેટ સ્વરૂપમા ચતુર્વેદી દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે કે, 11 જાન્યુઆરી સુધી અપલોડ કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે, કાળજી અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોની કુલ સંખ્યા 1,47,492 છે, જેમાં 10,094 અનાથ અને 1,36,910 માતા-પિતા ગુમાવનારા બાળકોનો સમાવેશ થાય છે, અને તરછોડાયેલા બાળકોની સંખ્યા 488 છે. કમિશન અનુસાર, લિંગના આધારે 1,47,492 બાળકોમાંથી 76,508 છોકરાઓ, 70,980 છોકરીઓ અને ચાર ટ્રાન્સજેન્ડર છે. સોગંદનામામાં જણાવાયું છે કે, કુલ બાળકોમાંથી 59,010 બાળકો આઠથી 13 વર્ષની વયના છે, જ્યારે બીજા ક્રમે ચારથી સાત વર્ષની વયના બાળકો છે, જેની કુલ સંખ્યા 26,080 છે. આંકડા દર્શાવે છે કે 14થી 15 વર્ષની વયજૂથના બાળકોની કુલ સંખ્યા 22,763 છે અને 16થી 18 વર્ષની વયજૂથના બાળકોની કુલ સંખ્યા 22,626 છે.
1 હજારથી વધુ બાળકો તેમના પરિવાર સાથે