ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશની 'સર્વોચ્ચ ન્યાયાલય' દ્વારા લોકોના સંરક્ષણ માટે લેવાયા પગલા - જસ્ટિસ એ એસ બોપનાની

જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ એ એસ બોપનાની ખંડપીઠ દ્વારા આજ રોજ મંગળવારના તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) ઉપર થયેલી તિરસ્કારની અરજી અંગે સુનાવણી કરવામાં આવશે.

દેશની 'સર્વોચ્ચ ન્યાયાલય' દ્વારા લોકોના સંરક્ષણ માટે લેવાયો એકશન
દેશની 'સર્વોચ્ચ ન્યાયાલય' દ્વારા લોકોના સંરક્ષણ માટે લેવાયો એકશન

By

Published : Nov 23, 2021, 11:01 AM IST

  • ત્રિપુરા સરકાર હિંસક ઘટનાઓને અટકાવામાં રહી નિષ્ફળ
  • તૃણમૂલના ગુંડાઓ દ્વારા મહિલાઓ પર અત્ચાચાર કરાયા : કેન્દ્રીય પ્રધાન
  • રાજ્યમાં અશાંતિનું વાતાવરણ માટે TMC જવાબદાર હોવાનો આરોપ

ત્રિપુરા સરકાર હિંસક ઘટનાઓને અટકાવામાં રહી નિષ્ફળ

ન્યૂઝ ડેસ્ક : સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આજ રોજ મંગળવારના તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) પાર્ટી ઉપર થયેલ તિરસ્કારની અરજી અંગે સુનાવણી કરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન TMC (Trinamool Congress) દ્વારા આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા વિરોધ પક્ષો સામે હિંસક ઘટનાઓને અટકાવામાં નિષ્ફળ રહેલી ત્રિપુરા સરકાર અને અન્ય બીજા પક્ષો સામે કરેલ તિરસ્કાર ઉપર કાર્યવાહી કરવા વિનંતી કરી છે. 'જસ્ટિસ ચંદ્રચૂડ' અને જસ્ટિસ એ એસ બોપનાની ખંડપીઠે તિરસ્કારની અરજી ઉપર મંગળવારના સુનાવણી કરવા માટે સંમતી આપી હતી. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા અમર દવેએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા ચેતવણી આપ્યા બાદ પણ રાજ્ય અતિશય દયનીય હાલતમાં છે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટ કમિટીના સભ્યએ કહ્યું- જો MSP પર કાયદો બનશે તો, ભારતીય અર્થતંત્ર પર સંકટ

રાજયમાં અશાંતિના વાતાવરણ માટે ટીએમસી જવાબદાર

કેન્દ્રીય પ્રધાન પ્રતિમાં ભૌમિક દ્વારા આરોપ લગાવાયો છે કે રાજયમાં અશાંતિનું વાતાવરણ ઉભું કરવા માટે ટીએમસી મારફત પશ્ચિમ બંગાળમાં એક હજારથી વધુ લોકોને ત્રિપુરા લાવવામાં આવ્યા હતા. ભૌમિકનુ કહેવું છે કે હાલમાં બંગાળમાં કેવી પરિસ્થિતિ છે.

આ પણ વાંચો:દુશ્મન દેશોના દાંત ખાટા કરવા ભારતની સુરક્ષા એજન્સીઓ સક્ષમ, સાગર શકિ્ત એક્સરસાઇઝનું પ્રદર્શન

તૃણમૂલના ગુંડાઓ દ્વારા ઘણી મહિલાઓ પર અત્ચાચાર કરાયા

આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનેતૃણમૂલ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, વધુ એકવાર સતામાં આવ્યા પછી પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો અનિશ્ચિતતામાં દિવસો વિતાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ લાખો લોકો પોતાના ઘરે પરત ફરી શક્યા નથી. તૃણમૂલના ગુંડાઓ દ્વારા ઘણી મહિલા ભાજપ સમર્થકો પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details