નવી દિલ્હીઃપંજાબમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને સુપ્રીમ કોર્ટમાં (Petition filed in SC on lapse in security of PM Modi) દાખલ કરવામાં આવેલી અરજી પર આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (Hearing in Supreme Court today) થશે. અરજીમાં આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી કરવા વિનંતી કરવામાં આવી છે.
પંજાબમાંની સુરક્ષામાં ગંભીર ભુલ
ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે ગુરુવારે વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહની રજૂઆતની નોંધ લીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પંજાબમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં (lapse in security of PM Modi) ગંભીર ભુલ થઈ છે.
વડાપ્રધાનના કાફલાને ભટિંડામાં રોકવો પડ્યો
વડાપ્રધાનના કાફલાને ભટિંડામાં (PM convoy stop in Bathinda) રોકવો પડ્યો હતો. આ પછી વડાપ્રધાને પંજાબમાં રેલીમાં હાજરી આપ્યા વિના જ દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
અરજી પર તાત્કાલિક સુનાવણીની વિનંતી કરવામાં આવી
અરજી પર તાત્કાલિક સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે આ અરજીની નકલ રાજ્ય સરકારને પણ સોંપવામાં આવશે.
વરિષ્ઠ વકીલ સિંઘે જણાવ્યું
વરિષ્ઠ વકીલ સિંઘે જણાવ્યું હતું કે, ભટિંડાના જિલ્લા ન્યાયાધીશને વડાપ્રધાનની મુલાકાત માટે પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાના તમામ પુરાવા તેમના કબજામાં લેવાનો નિર્દેશ આપવામાં આવે. પંજાબમાં જે બન્યું તે જોતાં, સુરક્ષામાં ખામીઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદારી નક્કી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ઉભી ન થાય.
વકીલે જણાવ્યું કે આવી ઘટના ફરી ન બને