ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Supreme Court : એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાના પત્રકારોને રાહત, સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને કરી મહત્વની ટિપ્પણી - SC EXTENDS PROTECTION TO EDITORS

એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા (EGI) ના પત્રકારોએ મણિપુરમાં નોંધાયેલી FIR રદ કરવા અને ધરપકડથી રક્ષણની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં શું થયું...? જાણો ETV ભારતના વરિષ્ઠ સંવાદદાતા સુમિત સક્સેનાના અહેવાલમાં...

SC EXTENDS PROTECTION TO EDITORS GUILD IN MANIPUR FIRS
SC EXTENDS PROTECTION TO EDITORS GUILD IN MANIPUR FIRS

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 6:35 AM IST

નવી દિલ્હી:એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા (EGI) અને તેના ચાર સભ્યો વિરુદ્ધ મણિપુરમાં FIRના કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ફરિયાદીના વકીલને ઘણા અઘરા સવાલો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકાર સાચા કે ખોટા હોઈ શકે છે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એ જ અર્થ છે. કોર્ટે કહ્યું કે, દેશભરમાં દરરોજ ખોટી બાબતોનું રિપોર્ટિંગ થાય છે, તો શું અધિકારીઓ પત્રકારો પર કાર્યવાહી કરશે?

કોર્ટમાં દલીલ:ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ફરિયાદીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગુરુ કૃષ્ણ કુમારે કહ્યું કે જો EGI તેનો રિપોર્ટ પાછો ખેંચી લે તો તે સમગ્ર મામલાનો અંત થઇ જશે. એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે આ અહેવાલ પર પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ આવી છે અને અમે તેને સમાન વેબલિંક પર મૂકી છે.

સોલિસિટર જનરલની દલીલો: મણિપુર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે હવે કોઈપણ પત્રકાર જઈને પોતાના મંતવ્યો અને કાઉન્ટર દલીલો રજૂ કરી શકે છે અને સુપ્રીમ કોર્ટમાં આવીને કહી શકે છે કે તેનો કેસ બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. તુષાર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે જો લોર્ડશીપને લાગતું હોય કે મામલાને ટ્રાન્સફર કરવો જોઈએ તો હું વચ્ચે નથી આવી રહ્યો. મારી જે ચિંતા છે તેના પર ધ્યાન આપવામાં આવે...

EGI તરફથી દલીલ: EGI એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તે આર્મીના આમંત્રણ પર ફેક્ટ ફાઈન્ડિંગ મિશન પર ગઈ હતી. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા માટે દલીલ કરતા સિબ્બલે કહ્યું, 'આર્મી સ્થાનિક મીડિયા દ્વારા રિપોર્ટિંગની ગુણવત્તા પર સંપૂર્ણ અભ્યાસ ઇચ્છતી હતી. ખરેખર તો એડિટર્સ ગિલ્ડે દાવો કર્યો હતો કે મણિપુરમાં જાતિ હિંસા પર પક્ષપાતી મીડિયા રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું.'

કોર્ટનું અવલોકન:તુષાર મહેતાએ કહ્યું કે જો એફઆઈઆર રદ કરવામાં આવે તો તેની અસર થઈ શકે છે અને કોર્ટ જાણે છે કે પરિસ્થિતિ નાજુક છે અને પત્રકારોને આપવામાં આવતી સુરક્ષા ચાલુ રાખવા દો અને તેમને તેમના ઉપાયોનો લાભ લેવા દો. 'પરંતુ કૃપા કરીને ઉલ્લેખ કરો કે મણિપુર હાઈકોર્ટ પર આની કોઈ અસર નથી.' ચીફ જસ્ટિસે કહ્યું, 'પીઆઈએલ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે, પરિવારના વડાએ આનાથી વધુ કંઈ ન કહેવું જોઈએ..

  1. Santan Dharma Issue Updates: ઉદયનિધિ સ્ટાલિન પર FIR કરવા મુદ્દે વકીલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
  2. Controversial Remarks on PM issue: સુપ્રીમ કોર્ટે ઉ.પ્ર.ના કૉંગ્રેસ નેતા વિરૂદ્ધ FIRમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details