નવી દિલ્હી: નર્સરીમાં પ્રવેશ માટે બાળકોના 'સ્ક્રિનિંગ' (ઇન્ટરવ્યુ) પર પ્રતિબંધ મૂકવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને સુપ્રીમકોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. સુપ્રીમકોર્ટે શુક્રવારે દિલ્હી ઉચ્ચ અદાલતના તે ચુકાદાને પડકારતી અરજી ફગાવી દીધી, જેમાં ઉપરાજ્યપાલ દ્વારા નર્સરીમાં પ્રવેશ માટે બાળકોના સ્ક્રીનિંગ એટલે કે ઈન્ટરવ્યૂ પર પ્રતિબંધ લગાવતા પ્રસ્તાવ વાળા 2015ના એક વિધેયકને મંજૂરી આપનાર કે નિર્દેશ આપવા પર મનાઈ કરી હતી.
SC On Nursery bill : નર્સરીમાં પ્રવેશ માટે બાળકોની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ સંબંધીત અરજી સુપ્રીમકોર્ટે ફગાવી - સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નર્સરીમાં પ્રવેશ માટે બાળકોની 'સ્ક્રિનિંગ' સંબંધિત એક કેસની અરજીને ફગાવી દીધી છે. અરજદારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે આ કેસને ફગાવતા કહ્યું કે, કોર્ટ એક કાયદો બનાવવા માટે નિર્દેશ આપી શકે નહીં. બેન્ચે કહ્યું, 'શું કાયદો બનાવવાનો કોઈ આદેશ હોઈ શકે? શું અમે સરકારને બિલ રજૂ કરવાનો નિર્દેશ આપી શકીએ છે? સર્વોચ્ચ અદાલત દરેક વસ્તુ માટે રામબાણ બની શકે નહીં.
Published : Oct 13, 2023, 5:44 PM IST
નર્સરીમાં પ્રવેશ માટે સ્ક્રિનિંગ: સ્ક્રીનિંગ'માં બાળકો અથવા તેમના વાલીઓ સાથે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. આ અંગે જસ્ટિસ એસ.કે કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે કહ્યું હતું કે તે એક કાયદો બનાવવા માટે નિર્દેશ આપી શકે નહીં. બેન્ચે કહ્યું, 'શું કાયદો બનાવવાનો કોઈ આદેશ હોઈ શકે? શું અમે સરકારને બિલ રજૂ કરવાનો નિર્દેશ આપી શકીએ છે? સર્વોચ્ચ અદાલત દરેક વસ્તુ માટે રામબાણ બની શકે નહીં. 3 જુલાઈના રોજ, હાઈકોર્ટે એક બીનસરકારી સંસ્થા 'સોશિયલ જ્યુરિસ્ટ' દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે તે કાયદાકીય પ્રક્રિયામાં દખલગીરી કરી શકે નહીં અને લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હી સ્કૂલ એજ્યુકેશન બિલ, 2015ને મંજૂર કરવા અથવા તો પરત ખેંચવા માટે નિર્દેશ આપી શકે છે.
શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે: ત્યાર બાદ આ એનજીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ અશોક અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી એનજીઓની આ અરજીમાં જણાવાયું હતું કે, શાળાઓમાં નર્સરી ક્લાસમાં પ્રવેશની 'સ્ક્રિનિંગ' પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકતું બાળ હિતેષી બિલ છેલ્લા સાત વર્ષથી કોઈ પણ કારણ વગર અને જાહેર હિત તેમજ લોક નીતિ વિરુદ્ધ કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અટકેલું છે. જાહેરહિતની અરજીને ફગાવતા હાઈકોર્ટની એક ખંડપીઠે કહ્યું હતું કે ઉચ્ચ અદાલત માટે આ યોગ્ય નથી. તે બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટ તેના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને બંધારણીય સુધારો જાહેર કરે તે યોગ્ય નથી.