નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ તરફથી થયેલ એક આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. અરજીકર્તાએ આરોપ લગાવ્યો કે એક અગ્રણી હોસ્પિટલે દર્દીને પોસ્ટ ઓપરેટિવ કેરમાં બેદરકારી દાખવી હતી જેના પરિણામે દર્દીનું મૃત્યુ થયું હતું.
પોસ્ટ ઓપરેટિવ કેરમાં બેદરકારીઃ ન્યાયાધીશ એ એસ બોપન્ના અને ન્યાયાધીશ પ્રશાંતકુમાર મિશ્રાની સંયુક્ત બેન્ચે કહ્યું કે આ એક અગત્યનો મુદ્દો છે જેમાં દર્દીના ઓપરેશન બાદ તેને મળેલ પોસ્ટ ઓપરેટિવ કેરની બેદરકારીનો આરોપ લગાડવામાં આવ્યો છે.
હૃદય રોગના લક્ષણોની ગેરહાજરીઃ સંયુક્ત બેન્ચે 17 ઓક્ટોબરે કરેલ એક ચુકાદામાં કહ્યું કે મૃતકને હૃદય રોગ હોવાના કોઈ લક્ષણો જણાતા નહતા. તેથી જેમના પર આરોપ લાગ્યો છે તેમને દર્દીના સફળ ઓપરેશન બાદ દર્દીને હૃદય રોગ સંબંધી સમસ્યા થાય તેની આગોતરી જાણ હોવી અશક્ય છે. સંયુક્ત બેન્ચે નોંધ્યું કે ઓપરેશન બાદ દર્દીને ચક્કર આવવા, પરસેવો વળવો અને ગળાના ભાગે પીડા વગેરે અસરો અનુભવી હતી. હોસ્પિટલના રેકોર્ડથી જાણ થાય છે કે જરૂરી એવા દરેક પગલાં ભરવામાં આવ્યા છે. અરજીકર્તા તરફથી હૃદય રોગનો હુમલો પોસ્ટ ઓપરેટિવ કેરમાં બેદરકારીને લીધે આવ્યો હોય તેવા કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા.
મેડિકલ હિસ્ટ્રી નહતીઃ બેન્ચે વધુમાં જણાવ્યું કે દર્દીની ડાયાબિટિસ, હાઈ બીપી અને હર્ટ પ્રોબ્લેમ જેવા રોગોની કોઈ મેડિકલ હિસ્ટ્રી હતી નહીં. તેથી હોસ્પિટલ, સારવાર કરનાર ડૉક્ટરને દર્દીને કાર્ડિયાક એરેસ્ટ આવી શકે છે તેવી આગોતરી જાણ થવી મુશ્કેલ છે. આ ઉપરાંત દર્દીએ ગળાના ભાગે પીડા થઈ રહી છે તે સિવાયના શરીરમાં પીડાની કોઈ ફરિયાદ કરી નહતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડૉક્ટરના નિદાન અને સારવારમાં કોઈ ભૂલ થઈ નથી. આ ઉપરાંત દર્દીની ડાયાબિટિસ, હાઈ બીપી અને હર્ટ પ્રોબ્લેમ જેવા રોગોની કોઈ મેડિકલ હિસ્ટ્રી હતી નહીં. તેથી સંભવિત હૃદય સંબંધી સમસ્યાનું અનુમાન લગાડવું મુશ્કેલ છે કારણ કે દર્દીને ગળાના ભાગે પીડાની ફરિયાદ નોંધાવી છે.
6 નવેમ્બર 1998ના રોજ થયું હતું ઓપરેશનઃ સુપ્રીમ કોર્ટે કલ્યાણી રંજનની અપીલ ફગાવી દીધી છે. અરજીકર્તાએ પોતાના 37 વર્ષીય પતિ શંકર રાજનની 6 નવેમ્બર 1998ના રોજ ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં એક મોટી ન્યૂરોસર્જરી બાદ કથિત રીતે ડૉક્ટરોની બેદરકારીને લીધે હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હોવાની ફરિયાદ કરી હતી. મૃતકનું 29 ઓક્ટોબર 1998ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ થોડા કલાકમાં તેમણે પ્રાઈવેટ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ગળાના ભાગે પીડાની સમસ્યા થતા ડૉકટરોને બોલાવવામાં આવ્યા, લગભગ રાત્રે 11 કલાકે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો. 31મી ઓક્ટોબરે તેમણે બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા. તેમજ 6 નવેમ્બર 1998ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુ અગાઉ કેટલાક દિવસ તે કોમામાં રહ્યા હતા. અરજીકર્તા એટલે કે મૃતકના પત્નીની દલીલ હતી કે આટલી મોટી સર્જરી બાદ દર્દીને આઈસીયુમાં ટ્રાન્સફર કરવા જોઈએ. તેમણે હોસ્પિટલ અને ડૉક્ટરો પર 'રેસ ઈપ્સા લોકુટોર'(બેદરકારીને લીધે થતી દુર્ઘટના) અંતર્ગત બેદરકારીનો આરોપ લગાડ્યો હતો.
- Delhi liquor policy case : CBI-EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, 'આપ'ને આરોપી બનાવવાનું વિચારી રહ્યાં છીએ
- SC affirms Designating Lawyers: સુપ્રીમ કોર્ટે વકીલોને સીનિયર એડવોકેટ્સ તરીકે નામાંકિત પ્રક્રિયાને યોગ્ય ઠેરવી